Aapnu Gujarat
બિઝનેસ

૮ કંપનીઓની માર્કેટ મૂડી ૬૭૧૫૩ કરોડ ઘટી ગઇ

છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોપની ૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મુડીમાં સંયુક્ત રીતે ૬૭૧૫૩.૮૧ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. બેન્ચમાર્ક સેંસેક્સમાં બે ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. એચડીએફસી અને ઇન્ફોસીસ સિવાય તમામ ટોપ કંપનીઓની માર્કેટ મુડીમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. જે કંપનીઓની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને, ઓએનજીસી અને એસીઆઇનો સમાવેશ થાય છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ટોપની આઠ કંપનીઓની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે. આરઆઇએલની માર્કેટ મુડીમાં સૌથી વધુ ૨૨૫૩૩.૬૫ કરોડનો ઘટાડો થતા તેની માર્કેટ મુડી ઘટીને હવે ૫૭૭૭૫૧.૮૫ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે ઓએનજીસીની માર્કેટ મુડીમાં ૧૨૭૦૪.૯૦ કરોડનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મુડી ઘટીને ૨૩૦૫૪૯.૦૭ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની માર્કેટ મુડીમાં ૮૧૧૪.૧૩ કરોડનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મુડી ઘટીને ૨૧૮૫૨૦.૪૪ કરોડ થઇ ગઇ છે. મારૂતિ સુઝુકીની માર્કેટ મુડીમાં ૬૩૯૩.૫૨ કરોડનો ઘટાડો થતા તેની માર્કેટ મુડી ઘટીને ૨૬૧૭૩૫.૭૬ કરોડ થઇ ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મુડી ૬૩૬૭.૬૯ કરોડ ઘટીને ૪૮૦૬૭૫.૭૫ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મુડીમાં ૫૪૧૯.૩૩ કરોડનો ઘટાડો થતા તેની માર્કેટ મુડી ઘટીને ૨૮૧૫૧૪.૭૭ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે આઇટીસીની માર્કેટ મુડીમાં ૫૧૨૨.૮૮ કરોડનો ઘટાડો થતા તેની માર્કેટ મુડી ઘટીને હવે ૩૧૬૩૯૮.૭૪ કરોડ થઇ ગઇ છે.
આની બિલકુલ વિરુદ્ધમાં એચડીએફસીની માર્કેટ મુડીમાં ૯૫૯.૬૮ કરોડનો વધારો થતા તેની માર્કેટ મુડી વધીને ૩૦૦૮૮૨.૮૪ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે ઇન્ફોસીસની માર્કેટ મુડી ૬૮૮.૧૩ કરોડ વધીને ૨૫૪૦૯૯.૮૫ કરોડ થઇ ગઇ છે. માર્કેટ મુડીની દ્રષ્ટિએ ટીસીએસ પ્રથમ સ્થાન પર છે. જ્યારે આરઆઇએલ બીજા સ્થાન પર છે. એચડીએફસી બેંકની માર્કેટ મુડીમાં ઉલ્લેખીય ફેરફારની સ્થિતી રહી છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ફ્લેગશીપ સેંસેક્સમાં ૭૪૦ પોઇન્ટનો ઘટાડો થયો છે. અથવા તો તેમાં ૨.૧૭ ટકાનો ઘટાડો થયો છે. શેરબજારમાં હાલમાં ઉતારચઢાવ જારી રહે તેવી શક્યતા છે. હાલમાં શેરબજારમાં પ્રવાહી સ્થિતી માટે કેટલાક પરિબળો જવાબદાર દેખાઇ રહ્યા છે.

Related posts

એર ઇન્ડિયાની ઘોર બેદરકારીઃ એસી બંધ હોવા છતાં વિમાન ઉડાવીને મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા

aapnugujarat

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર કોરોનાની ગંભીર અસર

editor

भारतीय विमानन क्षेत्र को वैश्विक स्तर पर प्रतिस्पर्धी बनाना चाहिए : स्पाइसजेट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1