Aapnu Gujarat
ગુજરાત

પાટીદાર અનામત આંદોલન સમયનાં કેસમાં હાર્દિક પટેલ, વસ્ત્રાપુરના પૂર્વ PSI સામે વોરંટ જારી કરાયું

પાટીદાર અનામત આંદોલન દરમ્યાન સરકારી અને જાહેર મિલકતોને નુકસાની સહિતના ચકચારભર્યા કેસમાં છેલ્લી ૧૮ મુદતોથી અદાલત સમક્ષ હાજર નહી રહેનાર પાસના નેતા હાર્દિક પટેલ અને વસ્ત્રાપુર પોલીસમથકના તત્કાલીન પીએસઆઇ રામાનુજ વિરૂધ્ધ અત્રેની મેટ્રોપોલીટન કોર્ટે જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ગત તા.૨૫-૮-૨૦૧૬ના રોજ પાસના કન્વીનર અને યુવા નેતા હાર્દિક પટેલે હેલ્મેટ સર્કલ પાસે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉમટેલા લાખો પાટીદારોને ઉશ્કેરણીજનક ભાષણ અને પ્રવચન આપ્યુ હતું અને તેને લઇને બાદમાં શહેર સહિત રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. જેમાં અમદાવાદ સહિતના વિવિધ સ્થળોએ તોડફોડ, હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી હતી. અમદાવાદ શહેરમાં પણ સરકારી અને જાહેર મિલકતાને નુકસાન પહોંચાડવાના પ્રકરણમાં અત્રેની મેટ્રોપોલીટન કોર્ટમાં એક ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે કેસની સુનાવણીમાં છેલ્લી ૧૮ મુદતોથી પાસના નેતા હાર્દિક પટેલ અને વસ્ત્રાપુર પોલીસમથકના તત્કાલીન પીએસઆઇ રામાનુજ હાજર નહી રહેતાં મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટે આ વાતની ગંભીર નોંધ લીધી હતી અને બંને જણાં વિરૂધ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા. કોર્ટે કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે.

Related posts

શહેરમાં ત્રણ જ વર્ષમાં ૩૦ હજાર ઇ-રિક્ષા

aapnugujarat

अहमदाबाद : स्वाइन फ्लू से ओर २ की मौत, मृतांक १७ हुआ

aapnugujarat

ધ્રાંગધ્રામા પેટા કેનાલ શોભાના ગાંઠીયા સમાન

editor

Leave a Comment

UA-96247877-1