Aapnu Gujarat
બિઝનેસ

મેક્સિસ રબર ઇન્ડિયાના પ્લાન્ટનું લોકાર્પણ : ગુજરાતમાં ઓટો મોબાઇલ ક્ષેત્રે બે અબજ ડોલર રોકાયા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અદમવાદના સાણંદમાં મેકસિસ રબર ઈન્ડિયાના નવતર ટાયર-ટ્યૂબ પ્લાન્ટનું લોકાર્પણ કરતાં રાજયમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે બે અબજ ડોલર કરતા વધુનુ રોકાણ થયું હોવાનું ગૌરવ સહ જણાવ્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં આવેલા કુલ વિદેશી મૂડીરોકાણોમાં ઓટોમોબાઇલ ક્ષેત્ર ૧૫ ટકાનો હિસ્સો ધરાવે છે. ૨૦૧૬-૧૭ના વર્ષમાં ભારતની વાહનોની નિકાસમાં ગુજરાતનો ફાળો ૧૦ ટકા રહ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તાઇવાનની અતિ પ્રતિષ્ઠિત કંપની મેકસિસ રબરે પોતાના ઉત્પાદન એકમ માટે ગુજરાતની પસંદગી કરી તેને આવકારતાં મુખ્યમંત્રીએ વિશ્વાસ દર્શાવ્યો કે, ભારત-તાઇવાન સંબંધો વધુ સુદ્રઢ કરવામાં ગુજરાત નિર્ણાયક બનશે. મુખ્યમંત્રીએ મેકસિસ રબરનો આ નવિન પ્લાન્ટ રોજના ૨૦ હજાર ટાયર અને ૪૦ હજાર ટયૂબ ઉત્પાદનની ક્ષમતા સાથે ૨ હજારથી વધુ સ્થાનિક યુવાઓને રોજગાર અવસરો ઘર આંગણે પૂરા પાડશે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, સાણંદ, માંડલ, બેચરાજી, હાલોલ અને રાજકોટ હવે ભારતના ઓટોમોટિવ મેન્યૂફેકચરીંગ કલસ્ટર્સ તરીકે ઉભરી રહ્યા છે ત્યારે મેકસિસના આગમનથી ટાયર-ટ્યૂબ ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાતનો દબદબો છવાશે. વિજય રૂપાણીએ ગુજરાતમાં ૨૧ જેટલી વિવિધ પ્રોત્સાહક પોલિસીઓને પરિણામે અનેક ઊદ્યોગો આવી રહ્યા છે અને ગુજરાત લેન્ડ ઓફ ઓર્પોચ્યુનીટીજ બન્યું છે તેની વિશદ છણાવટ કરી હતી. તેમણે લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ સિકયોરિટી ગુજરાતમાં છે તેમ પણ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ મેકસિસ રબર પોતાના રિસર્ચ-ડેવલપમેન્ટ દ્વારા ગુજરાતમાં રબરની ખેતી માટે ઈનિશિયેટિવ લે તો રાજ્ય સરકારના સહયોગની તત્પરતા વ્યક્ત કરી હતી. મેકસિસ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ ચેંગ-યાઓ લિયાઓએ આ પ્રસંગે જણાવ્યું કે, મેકસિસ ગ્લોબલ આગદામી ૨૦૨૬ સુધીમાં વિશ્વના ટોચના પાંચ ટાયર ઉત્પાદકોમાં સ્થાન મેળવવાના લક્ષ્યાંક સાથે કાર્યરત છે.ગુજરાતનો આ પ્લાન્ટ તે લક્ષ્યાંક સિધ્ધ કરવા સાથે પ્રધાનમંત્રીની મેઈક ઈન ઈન્ડિયા સંકલ્પનાને પણ સાકાર કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ૧૦૬ એકરમાં ફેલાયેલો આ પ્લાન્ટ ૪૦૦ મિલિયન યુએસ ડોલર્સના રોકાણથી શરૂ થયો છે અને ભારતમાં આ પ્રકારનો પ્રથમ પ્લાન્ટ છે તેમ પણ ચેંગ-યાઓ લિયાઓએ જણાવ્યું હતું. મેકસિસ ઈન્ડિયાના પ્રવક્તા જિયા-શિઆયો લિઓયુ એ સાણંદનો આ પ્લાન્ટ મિકસીંગથી લઈને ટાયર બિલ્ડીંગ અને ક્યોરિંગ સુધીની બધી જ સુવિધાઓ અન્ડર વન અમ્બ્રેલા પુરી પાડે છે.

Related posts

ગુજરાતમાં મારુતિ ઉત્પાદન ક્ષમતાને વધારી બમણી કરશે

aapnugujarat

जीएसटी :स्टोक निकालने भारी छूट दे रहे क्लोदिंग रिटेलर्स

aapnugujarat

સરકારી બેંકોએ આપેલી ૩,૬૦,૯૧૨ કરોડ રૂપિયાની લોન હાલપૂરતી ડૂબી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1