Aapnu Gujarat
બિઝનેસ

સરકારી બેંકોએ આપેલી ૩,૬૦,૯૧૨ કરોડ રૂપિયાની લોન હાલપૂરતી ડૂબી

ભારતની સરકારી બેંકોએ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પહેલા છમાસીક ગાળામાં ૫૫ હજાર ૩૫૬ કરોડ રૂપિયાની લોન ડુબી છે. આ સ્પષ્ટતા ઈન્ડિયન એક્સપ્રેસ અંગ્રેજી અખબાર દ્વારા રિઝર્વ બેંક ઓફ ઈંડિયા પાસેથી સુચનાના આધાર અંતર્ગત પ્રાપ્ત કરેલી જાણકારીમાં થયો છે. જો ગત ૧૦ વર્ષના આંકડાઓને જોવા જઈએ તો માહિતી પ્રાપ્ત થાય છે કે સરકારી બેંકોએ આશરે ૩ લાખ ૬૦ હજાર કરોડના રૂપિયા ડુબ્યા છે. સરકારી બેંકોના દેવાદારોમાં કેટલીય કોર્પોરેટ કંપનીઓ, ફર્મ, અને મોટા ફર્મ સમાવિષ્ટ છે. આરટીઆઈ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બેંકોએ નાણાકીય વર્ષ ૨૦૦૭-૦૮થી લઈને ૨૦૧૫-૧૬ એટલેકે ૯ વર્ષ દરમિયાન ૨ લાખ ૨૮ હજાર ૨૫૩ કરોડ રૂપિયાની વાતને નેવે મુકી દીધી છે. રિઝર્વ બેંકોએ આ પ્રક્રિયાને સમજાવતા કહ્યું છે કે બેંકો દ્વારા એનપીએ એટલેકે ગેરલાભકારી સંપત્તિઓને રાઈટ ઓફ કરવી તે એક સામાન્ય પ્રક્રિયા છે. બેંક પોતાની બેલેન્સ શીટને સ્વચ્છ રાખવા માટે આમ કરતી હોય છે.આરબીઆઈ અનુસાર જ્યારે કોઈપણ લોનને રાઈટ ઑફ કરવામાં આવે છે, ત્યારે તેનો અર્થ એ ન થાય કે બેંક એ લોનની વસુલીની તક ખોઈ બેસે છે. આરબીઆઈ અનુસાર લોનને રાઈટ ઑફ કરવા માટે બેંક એક પ્રોવિઝન તૈયાર કરે છે. આ પ્રોવીઝનમાં પૈસા નાખવામાં આવે છે. આનો આધાર લઈને લોનને રાઈટ ઑફ કરવામાં આવે છે. અને ત્યારબાદ જો લોનને વસુલ કરી લેવામાં આવે તો વસુલ કરવામાં આવેલી રકમને આ ઉધાર વિરૂદ્ધ એડજસ્ટ કરી દેવામાં આવે છે. રાઈટ ઑફ એક ટેકનિકલ એન્ટ્રી છે. આમાં બેંકને કોઈ નુકસાન થતું નથી. આનો અર્થ એ ન થાય કે બેંક દ્વારા તે સંપત્તિઓને છોડી દેવામાં આવી. પરંતુ રાઈટ ઑફ બાદ પણ બેંક લોન વસુલીની પ્રક્રિયા ચાલુ રાખે છે.

Related posts

मारुती सुजुकी के 3 हजार कर्मचारियों ने गंवाई नौकरी

aapnugujarat

સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ ગગડીને બંધ

aapnugujarat

૨,૯૯૯માં જિયો ફોન-૨ લોંચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1