Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

૨,૯૯૯માં જિયો ફોન-૨ લોંચ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ આજે વાર્ષિક એજીએમમાં જીઓ નેટવર્કના સંદર્ભમાં કેટલીક મોટી બાબતોનો સ્પષ્ટરીતે ઉલ્લેખ કર્યો હતો. ગયા વર્ષે રિલાયન્સની વાર્ષિક સામાન્ય બેઠકમાં જીઓ ફોન લોંચ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
આ વખતે આ બેઠકમાં જીઓ ફોન-૨ની શરૂઆત કરવામાં આવી હતી. મુકેશ અંબાણીએ માહિતી આપતા કહ્યું હતું કે, હજુ સુધી અઢી કરોડથી વધારે યુઝર્સ જીઓ ફોન ખરીદી ચુક્યા છે. બેઠકમાં લોંચ જીઓ-૨ ફોન લોંચ કરાયો હતો જે ગયા વર્ષે રજૂ કરવામાં આવેલા જીઓ ફોનના અપગ્રેડેડ વર્ઝન છે. મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણી અને પુત્ર આકાશ અંબાણીએ જીયો ફોન સાથે જોડાયેલા નવા ફીચર અંગે માહિતી આપી હતી. ઇજિયો ફોનમાં હવે ત્રણ નવા એપ્લિકેશન વોટ્‌સએપ, ફેસબુક અને યુટ્યુબની મજા લઇ શકશે.
આકાશ અને ઇશા અંબાણીએ વોઇસ કમાન્ડ મારફતે ડેમો કરીને નવા એપ કઈ રીતે કામ કરે છે તે અંગે માહિતી આપી હતી.જીઓ-૨ ફોનની કિંમતને લઇને ઉત્સુકતા પ્રવર્તી રહી છે. જીઓ-૨નું વેચાણ ૧૫મી ઓગસ્ટથી શરૂ થશે.
મુકેશ અંબાણીએ જાહેરાત કરી છે કે, લોંચ ઓફર હેઠળ જીઓ ફોન-૨ને ૨૯૯૯ રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. નવા જીઓ ફોન-૨માં હોરિઝોન્ટલ સ્ક્રીન વ્યૂઇંગ એક્સપ્રિયરન્સ મળશે. તે ફુલ ક્વોર્ટી કિપેઇડની સાથે આવે છે. નવા ફોન જીઓ-૨ ડ્યુઅલ સિમમાં સપોર્ટ કરે છે.
આ ફોનમાં એક લાઉટ મોનો સ્પીકર મળશે. આમા ૨.૪ ઇંચ ક્યુવીજીએ ડિસ્પ્લે છે. ફોન કાઈ ઓએસ પર ચાલશે. ફોનને પાવર આપવા માટે ૨૦૦૦ એમએએચની બેટરી છે. ફોનમાં ૫૧૨ એમબી રેમ અને ચાર જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને આઈએસડી કાર્ડ મારફતે ૧૨૮ જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં બે મેગાપિક્સલમાં રિયલ વીજીએ અને ફ્રન્ટ કેમેરા છે. જીઓના આ ફોનમાં વીઓએલટીઈ અને વીઓવાઈ-ફાઈ એટલે કે વોઇસ ઓવર વાઈફાઈની મજા મળશે. આ ઉપરાંત ફોનમાં એફએમ વાઇફાઈ, જીપીએસ અને એનએફસી જેવા ફિચર રહેશે. જીઓ ફોન મોનસુન હંગામા ઓફર હેઠળ વર્તમાન જીઓ ફોનને એક્સચેંજ કરાવી શકાશે.
આના માટે માત્ર ૫૦૧ રૂપિયા ચુકવવા પડશે. જીઓની પ્રભાવી કિંમત હવે ૫૦૧ રૂપિયા રહેશે. જીઓ ફોન-૨ અને જીયો ગીગા ફાઇબર લોંચને લઇને લોકોમાં ઉત્સુકતા વધી ગઈ છે.
આ ફોન આગામી દિવસોમાં જોરદાર ક્રાંતિ લાવી શકે છે. રિલાયન્સ જીઓએ આજે કંપનીની વાર્ષિક બેઠકમાં જેની રાહ જોવામાં આવી રહી હતી તે બ્રોડબેન્ડ સેવાની પણ જાહેરાત કરી હતી. જીઓ ગીગા ફાઈબર નામથી બ્રોડબેંડ સેવા લોંચ કરવામાં આવી છે જેની મદદથી હવે જીઓ યુઝર્સ ૬૦૦ ટીવી ચેનલોની મઝા લઇ શકશે. જીઓની આ સર્વિસથી ગ્રાહકોને ખુબ જ સસ્તા દરે બ્રોડબેન્ડ કનેક્શન મળશે. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, અમે સૌથી એડવાન્સ ફાઈબર બ્રોડબેન્ડ કનેક્ટીવીટી ઉપલબ્ધ કરાવવા માટે ૧૧૦૦ શહેરોના ઘરો, વેપારી અને નાના તથા મોટા કારોબારી સુધી કનેક્ટીવીટીનું વિસ્તરણ કરીશું. કંપની પોતાના નવા બ્રોડબેન્ડમાં ફાઈબર આધારિત બ્રોડબેન્ડ સર્વિસની ઓફર કરે છે.

Related posts

डिजिटल ट्रांजैक्शंस फ्रॉड में बढ़ा कस्टमर प्रॉटेक्शन

aapnugujarat

રામ જન્મભૂમિ પર વહેલી તકે મંદિર નિર્માણ જરૂરી : સંઘ

aapnugujarat

बातचीत से पहले पाक आतंकवाद के खिलाफ कार्रवाई करें : PM मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1