Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

એરઇન્ડિયામાં હિસ્સો વેચવા બીડ આમંત્રિત કરવા તૈયારી

નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ ચૌબે દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે, સરકાર આગામી થોડાક સપ્તાહમાં એર ઇન્ડિયામાં તેની હિસ્સેદારીને વેચવા માટે બીડને આમંત્રિત કરશે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટે હિસ્સેદારી વેચવા માટેની યોજનાને સૈદ્ધાંતિક મંજુરી આપી દીધી છે. સરકારે તાજેતરના વર્ષોમાં અબજો ડોલરનો ખર્ચ એર ઇન્ડિયામાં કરવામાં આવ્યો છે પરંતુ કોઇ વધારે ફાયદો થયો નથી. ૮.૫ અબજ ડોલરના એર ઇન્ડિયાના જંગી દેવાના સંદર્ભમાં શુ કરવામાં આવશે તે સંદર્ભમાં હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. લો કોસ્ટ ઇન્ડિયન કેરિયર ઇન્ડિગો દ્વારા પણ એર ઇન્ડિયાના બિઝનેસ કારોબારમાં અગાઉ રસ દર્શાવવામાં આવ્યો હતો. ઇન્ટરગ્લોબ એવિએશન, તાતા ગ્રુપ અને તુર્કીની સેલેબી એવિએશન હોલ્ડિંગ દ્વારા પણ આમા રસ દર્શાવવામાં આવી ચુક્યો છે. એર ઇન્ડિયાના બિઝનેસ પૈકી કેટલાક કારોબારને ખરીદી લેવા માટે સક્રિય રસ દર્શાવવામાં આવી ચુક્યો છે. જાન્યુઆરી મહિનામાં જ ભારત સરકારે એરઇન્ડિયામાં ૪૯ ટકા સુધીની હિસ્સેદારીને વેચવા માટે વિદેશી મૂડીરોકાણકારોને મંજુરી આપવાની દરખાસ્તને લીલીઝંડી આપી હતી. આની સાથે જ નુકસાન કરી રહેલા એર ઇન્ડિયા માટે બીડ કરવાનો માર્ગ વૈશ્વિક કંપનીઓ માટે મોકળો થઇ ગયો હતો. ભારતના નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં પ્રધાનોની એક કમિટિએ ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને આગળ વધારવાની તૈયારી દર્શાવી છે. કન્સલ્ટન્ટ તરીકે રોક્સ ચાઇલ્ડને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા એર ઇન્ડિયાના જુદા જુદા બિઝનેસ કારોબારને વિભાજિત કરી દેવાની પણ યોજના તૈયાર કરી છે. આકર્ષક ખરીદદારોની પસંદગી કરવામાં આવનાર છે. સરકારે જંગી નાણા આમા ઠાલવ્યા છે. એર ઇન્ડિયા છ ગૌણ કંપનીઓ ધરાવે છે જે પૈકીની ત્રણ નુકસાન કરી રહી છે. સંપત્તિ ૪.૬ અબજ ડોલરની રહી છે. તેની ૧.૨૪ અબજ ડોલરની સંપત્તિ રહેલી છે જેમાં બે હોટલો સહિત રિયલ એસ્ટેટનો સમાવેશ થાય છે. જુદી જુદી સરકારી કંપનીઓની અંદર માલિકીને વહેંચી દેવામાં આવી છે. એરઇન્ડિયામાં હિસ્સેદારી વેચવાને લઇને છેલ્લા ઘણા સમયથી વિચારણા ચાલી રહી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ફ્લેગશીપ કેરિયરમાં હિસ્સેદારી વેચવાને લીલીઝંડી આપી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયામાં હિસ્સેદારીને લઇને હિલચાલ શરૂ થઇ ચુકી છે. ભારત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં અબજો ડોલરનો ખર્ચ તેમાં નવા પ્રાણ ફૂંકવા માટે કરવામાં આવ્યો છે પરંતુ કોઇ ફાયદો થયો નથી. ૮.૫ અબજ ડોલરનું દેવું કેરિયરનું રહેલુ છે. સરકારે આ એર લાઈન્સને મુશ્કેલમાંથી બહાર કાઢવા ૨૦૧૨થી ૩.૬ અબજ ડોલર ખર્ચ કરવામાં આવ્યા છે. આની સ્થાપના ૧૯૩૦માં કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં તેની ખુબ સારી છાપ હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં હિસ્સેદારી વેચાણના નિર્ણય બાદથી બીડ આમંત્રિત કરવાની પ્રક્રિયા હવે શરૂ કરાશે.

Related posts

બેંગ્લોરમાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ : ૫ના મોત

aapnugujarat

सेंसेक्स मामूली गिरावट के साथ 39,741.36 पर बंद

aapnugujarat

પેટ્રોલિયમ પેદાશને જીએસટીની હદમાં લાવવા ફરી માંગણી ઉઠી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1