Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દાઉદનાં સાગરિત ફારુક ટકલાને મુંબઈ લવાયો

સમગ્ર દેશને હચમચાવી મુકનાર મુંબઇ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપી દાઉદ ઇબ્રાહિમના નજીકના સાગરીતની દુબઇમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ આખરે તેને આજે દુબઇથી ભારત લાવવામાં આવ્યો છે તેને દુબઇથી મુંબઇ લાવવામાં આવ્યા બાદ પુછપરછ હાથ ધરવામાં આવી છે. કેટલાક લોકો તેને દાઉદના જમણા હાથ તરીકે ગણે છે. તેની ધરપકડ બાદ સીબીઆઈને ફારુક પાસેથી કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. ટકલાને ભારત લાવવામાં આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ફારૂક ટકલા વર્ષ ૧૯૯૩માં મુંબઇમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા બાદ દેશમાંથી ફરાર થઇ ગયો હતો તેની સામે વર્ષ ૧૯૯૫માં રેડ કોર્નર નોટીસ જારી કરવામાં આવી હતી.
ફારૂખને આજે સવારે એર ઇન્ડિયાની ફ્લાઇટ મારફતે મુંબઇ લાવવામાં આવ્યા બાદ પોલીસને વધુ મોટી સફળતા મળે તેવી શક્યતા છે. સિનિયર વકીલ ઉજ્જવલ નિકમે કહ્યુ છે કે આ એક મોટી સફળતા છે. ફારૃક ટકલા મુંબઇ બ્લાસ્ટ સાથે સીધી રીતે જોડાયેલો છે. તેની ધરપકડ દાઉદને મોટા ફટકા સમાન છે. બીજી બાજુ એનસીપીના નેતા અને વરિષ્ઠ વકીલ માજિક મેમને કહ્યુ છે કે ટકલાને ભારત લાવવાની બાબત દર્શાવે છે કે તે પણ ટ્રાયલ ઇચ્છે છે, તેની કસ્ટડીની માંગ કરવામાં આવી છે. તેને જામીનનો તો કોઇ પ્રશ્ન નથી. આગામી કોઇ પણ પગલા સુધી તે જેલમાં રહેશે. ફારૂખ ટકલાની સામે હત્યા, ખંડણી, ત્રાસવાદી ગતિવિધીઓમાં સામેલ હોવાનો આરોપ છે.
સીબીઆઇને ટકલા પાસેથી કેટલીક ઉપયોગી માહિતી મળવાની શક્યતા દેખાઇ રહી છે. થોડાક દિવસ પહેલા જ દાઉદ ઇબ્રાહિમના વકીલે દાઉદને ટાંકીને કહ્યુ હતુ કે તે પણ શરણાગતિ સ્વીકાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યો છે. દાઉદના વકીલે કહ્યુ હતુ કે દાઉદ ભારત આવવા માંગે છે પરંતુ તે મુંબઇની આર્થર રોડ જેલમાં જ રહેવાની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યો છે. ઉજ્જવલ નિકમે કહ્યુ છે કે તે દાઉદની જુની સ્ટાઇલ છે. ભિખારીઓની પાસે કોઇ પસંદગી હોતી નથી. જો તે દાઉદના સંપર્કમાં હતો તો અમારી તપાસ સંસ્થાઓ તપાસ કરવી જોઇએ. સમગ્ર મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૪ વર્ષ પહેલા ૨૨મી માર્ચ ૧૯૯૩ના દિવસે મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા જેમાં ૨૫૭ લોકોના મોત થયા હતા અને ૭૧૩ લોકો ઘાયલ થયા હતા. સીબીઆઈના કહેવા મુજબ મુંબઈમાં બ્લાસ્ટ છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે બાબરી મસ્જિદ ધ્વંસ બાદ રમખાણોનો બદલો લેવા માટે કરવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટ દુનિયામાં એવો પ્રથમ ત્રાસવાદી હુમલો હતો જેમાં આટલા મોટાપાયે આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૧૯૯૩માં બ્લાસ્ટ કર્યા બાદ ફારુક દુબઈ ભાગી ગયો હતો. ભારત સરકારે ઇન્ટરપોલની મદદ આના માટે માંગી હતી. ૨૨ વર્ષના ગાળા બાદ તેને પકડી પાડવામાં સફળતા મળી છે. આજે તેને પકડીને ભારત લાવવામાં આવ્યા બાદ સીબીઆઈ ઓફિસમાં પુછપરછ માટે લઇ જવામાં આવ્યો હતો. તેને ટાડા કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફારુક ટકલાની ધરપકડ બાદ અનેક નવી વિગતો સપાટી ઉપર આવી શકે છે. અનેક રાજ ખુલી શકે છે. ટકલાને ડોન દાઉદના જમણા હાથ તરીકે ગણવામાં આવે છે. તેની પાસેથી દાઉદ અંગે પણ માહિતી મળી શકે છે. દુબઈમાં ડી કંપનીની કામગીરી ફારુક ટકલો સંભાળી રહ્યો હતો. દુબઈમાં રહીને ફારુક મોટાભાગે ડી કંપનીની અન્ય તમામ જવાબદારી સંભાળી રહ્યો હતો.
અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સૌથી વિશ્વસનીય સાથી તરીકે તેને ગણવામાં આવે છે. ઇન્ટરપોલ મુજબ ફારુક ટકલા ઉપર અપરાધિક કાવતરા, હત્યા, હત્યાના પ્રયાસ, ખતરનાક હથિયારો રાખવા સહિતના આરોપો છે. ટકલા ઉપર એવો આરોપ પણ છે કે, આ શખ્સે ૧૯૯૩માં મુંબઈ બ્લાસ્ટના કાવતરાખોરો માટે યાત્રાની વ્યવસ્થા કરી હતી. આ શખ્સે મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ માટેની સમગ્ર યોજના તૈયાર કરી હતી. મુંબઈ જેવા મોટા શહેરમાં એક સાથે ૧૨ જગ્યા પર બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. ૧૯૯૩માં બ્લાસ્ટ કરવામાં આવ્યા બાદ ફારુક ભારતથી ફરાર થઇ ગયો હતો ત્યારે ભારત સરકારે ઇન્ટરપોલની મદદની માંગ કરી હતી. તેને અટકાયતમાં લેવામાં આવ્યા બાદ વિગતો ખુલી રહી છે. ફારુક ટકલો છેલ્લા ૨૦ વર્ષથી દેશમાંથી ફરાર હતો. ટકલા મોહમ્મદ અહેમદ મોહમ્મદ યાસીન મંસુરી ઉર્ફે લંગડાનો ભાઇ છે. ટકલા ડી કંપનીમાં મેનેજર તરીકે કામ કરી રહ્યો હતો.

Related posts

સુંજવાન આર્મી કેમ્પ પર હુમલો કરવા ૧૦ મહિનાથી કાશ્મીરમાં રહેતાં હતાં આતંકીઓ

aapnugujarat

सोने के दाम में गिरावट, चांदी की कीमत भी आई नीचे

editor

યોગી સરકાર રોકાણકારોને આકર્ષવામાં નિષ્ફળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1