Aapnu Gujarat
ગુજરાત

વડોદરા : ૬ કરોડની કિંમતના હેરોઈન સાથે નાઈજીરિયન ઝડપાયો

રૂપિયા ૬ કરોડની કિંમતનું હેરોઇન લઇને રાજધાની એક્સપ્રેસમાં મુંબઇ જઇ રહેલા નાઇજીરીયન યુવાનને એન.સી.બી.એ વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી ઝડપી પાડ્યો હતો. આરોપી યુવાન પોલીસને થાપ આપવા માટે પિસ્તા, રાઇસના ગીફ્ટ બોક્ષમાં ૨.૨૧૦ કિ.ગ્રામ હેરોઇન છૂપાવીને લઇ જતો હતો. એન.સી.બી.ના ડાયરેક્ટર હરીઓમ ગાંધીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, નારકોટિક્સ વિભાગને ચોક્કસ માહિતી મળી હતી કે, ન્યુ દિલ્હી-મુંબઇ રાજધાની એક્સપ્રેસના એ.સી. એ-૫ કોચમાં એક નાઇજીરીયન યુવાન હેરોઇન લઇને મુંબઇ જઇ રહ્યો છે. એન.સી.બી.ની ટીમે આર.પી.એફ. તથા જી.પી.એફ.ની મદદ લઇ તા.૭મીના રોજ ૩.૩૦ કલાકે વડોદરા રેલવે સ્ટેશન ઉપર આવી પહોંચેલા રાજધાની એક્સપ્રેસમાંથી ઝડપી પાડ્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હેરોઇન સાથે ઝડપાયેલ યુવાનનું નામ મામ્ડુ બુએઝે નોન્સો ચાલ્સ (ઉં.વ.૩૮) છે. તે બિઝનેશ વિઝા ધરાવે છે. તે છેલ્લા ૪-૫ વર્ષથી કપડાના વેપારની આડમાં અફઘાનીસ્તાનના વ્હાઇટ કલરના હેરોઇનની હેરાફેરી કરતો હતો. આરોપીને ન્યુ દિલ્હીમાં કોઇ નાઇજીરીયન યુવાને જ હેરોઇનનો જથ્થો મુંબઇ પહોંચતો કરવા માટે આપ્યો હતો. મુંબઇમાં ઉતર્યા બાદ તેણે ફોન કરીને કોઇ વ્યક્તિ ડીલીવરી લેવા માટે આવવાનો હતો. પરંતુ, તે રૂપિયા ૬ કરોડની કિંમતનું ૨.૨૧૦ કિ.ગ્રામ હેરોઇન મુંબઇ પહોંચતુ કરે તે પહેલાંજ વડોદરા રેલવે સ્ટેશન ઉપર ઝડપાઇ ગયો હતો.

Related posts

બોડકદેવમાં ભાજપાનો પ્રચંડ પ્રચાર

editor

પોસ્ટ ઓફિસ કર્મીએ કરોડોની ઉચાપત કરી

aapnugujarat

ગુજરાતની નવી સરકાર સામે વિપક્ષ મજબૂત સાબિત

editor

Leave a Comment

UA-96247877-1