Aapnu Gujarat
તાજા સમાચારશિક્ષણ

નીટ માટે આધાર કાર્ડ જ નહીં, આટલાં બધાં છે આધારઃ સુપ્રીમ કોર્ટ

નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેર્સ (નીટ) માટે આધાર કાર્ડ-નંબર ફરજિયાત હોવાથી અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકતાં ન હતા. જોકે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે નીટની પરીક્ષા માટેની અરજી સાથે આધાર જરૂરી નથી. સુપ્રીમ કોર્ટે સીબીએસઈને આદેશ કરતાં જણાવ્યું છે કે નીટ માટે આધાર નંબરને આવશ્યક બનાવે નહીં.મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ ન્યાયમૂર્તિઓની બેન્ચે સુનાવણી હાથ ધરતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે સીબીએસઈએ તેની વેબસાઈટ પર આ માહિતી અપલોડ કરે.આ અગાઉ સુનાવણી વખતે યુઆઈડીએઆઈએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેણે સીબીએસઈને એમ કહ્યું જ નથી કે તે મેડિકલના વિદ્યાર્થીઓ પાસે આધાર નંબરની માગણી કરે.સીબીએસઈએ આ મહિને નીટની પરીક્ષા માટે ઉપસ્થિત રહેવા માટે આધાર નંબર ફરજિયાત બનાવ્યું હતું. સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે બેન્ક ખાતા અને મોબાઈલ નંબર સાથે આધારને લિન્ક કરવા માટે અંતિમ સમયમર્યાદામાં વધારો કરવા કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો. જેથી કરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નડે નહીં.ઉલ્લેખનીય છે કે આધાર લિન્ક કરવાની અંતિમ તારીખ ૩૧ માર્ચ છે.

Related posts

SBIને ૪૮૭૬ કરોડનું નુકસાન

aapnugujarat

समझौता एक्सप्रेस 76 भारतीय और 41 पाक नागरिकों को लेकर दिल्ली पहुंची

aapnugujarat

છત્તીસગઢનાં સુકમામાં નક્સલી હુમલો : ૯ જવાન શહીદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1