Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં એક પણ શાળામાં ઓરડાની ઘટ ઉભી નહીં થાય : વિભાવરીબેન દવે

રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન કચ્છ અને મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ સંદર્ભમાં પ્રશ્નો પ્રત્યુત્તર પાઠવતાી રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પક્ષની સરકારે એકપણ શાળામાં ઓરડાની ઘટ પડે નહી તે માટે ખાસ આયોજન કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ વર્ષ ૧૯૯૮માં ૩૨ હજાર જેટલા ઓરડાની ઘટ હતી. તેમાંથી મોટાભાગના વર્ગખંડો રાજ્ય સરકારે તૈયાર કર્યા અને માત્ર ૧૦ ટકા જેટલી ઓરડાની ઘટ હતી ત્યારે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના અમલના કારણે વધારાના ૪૬૬૬૦ ઓરડાની ઘટ ઉભી થઈ હતી. ફરીથી રાજ્ય સરકારે આ ઘટને પૂરી કરવા ખાસ આયોજન કર્યું અને તા. ૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ ૩૦ હજારથી વધુ ઓરડાનું નિર્માણ કર્યું છે હવે ૧૬ હજાર જેટલાં ઓરડાની ઘટ છે જે આગામી દિવસોમાં ઝડપથી પૂર્ણ કરાશે. મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં ૫૬૮ અને મહેસાણા જિલ્લામાં કુલ ૫૮૨ ઓરડાની ઘટ છે જે માટે આ વખતના બજેટમાં પણ માતબર રકમની ફાળવણી કરાઈ હોય બહુ ટૂંક સમયમાં ઓરડાની આ ઘટ પૂરી કરાશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં એકપણ શાળામાં ઓરડાની ઘટ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ કરવા રાજ્ય સરકાર માને છે. ગાંધીનગર જિલ્લામાં તા. ૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ વર્ષ-૨૦૧૭-૧૮માં સર્વશિક્ષા અભિયાન હેઠળ ૬૩૪ શાળાઓના ૪૫૭૦ શિક્ષકોને ૨૨,૮૫,૦૦૦ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, તેમ વિધાનસભા ગૃહ પ્રશ્નોતરીકાળમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર દ્વારા પુછાયેલા પ્રશ્નો ઉત્તર આપતાં રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું. રાજ્ય મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, માણસા તાલુકામાં ૭૧૮ શિક્ષકો, કલોલમાં ૯૯૯ શિક્ષકો, ગાંધીનગરમાં ૧૫૨૭ તેમજ દહેગામ તાલુકામાં ૧૩૨૬ શિક્ષકો એમ કુલ ૪૫૭૦ શિક્ષકોને ગ્રાન્ટ આપવામાં આવી છે. આ ગ્રાન્ટના હિસાબોનું મોનિટરીંગ બીઆરસી અને સીઆરસી દ્વારા કરવામાં આવે છે, તેમ પમ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું.

Related posts

અમદાવાદમાં ભાઈને બચાવવા જતાં બહેને જીવ ગુમાવ્યો

aapnugujarat

અમદાવાદમાં સ્વ. પેઈન્ટર મહેન્દ્ર કડીયાને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

इटली भाग जाते हैं तब राहुल को गुजरात की याद नहीं आती : योगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1