Aapnu Gujarat
રાષ્ટ્રીય

આવકવેરા વિભાગે ૩૨૦૦ કરોડ રૂપિયાના ટીડીએસ કૌભાંડનો પર્દાફાશ કર્યો

આવકવેરા વિભાગે ૩૨૦૦ કરોડ રૂપિયાના ટીડીએસ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આઈટી વિભાગે એવી ૪૪૭ કંપનીઓ શોધી કાઢી છે જે કંપનીઓએ પોતાના કર્મચારીઓ પાસેથી ટેક્સ લઇ લીધા હોવા છતાં સરકારની પાસે જમા કરાવ્યા નથી. આ કંપનીઓને કર્મચારીઓના કાપી લેવામાં આવેલા ટીડીએસને પોતાના બિઝનેસમાં રોકી દીધા હતા. આવકવેરા વિભાગની ટીડીએસ શાખાએ આવી કંપનીઓની સામે તપાસ શરૂ કરી દીધી છે. કેટલાક મામલામાં વોરંટ પણ જારી કરવામાં આવ્યા છે. ઇન્કમટેક્સ એક્ટ હેઠળ આ મામલામાં ત્રણ મહિનાથી લઇને દંડ સુધી સાત વર્ષની સજાની જોગવાઈ છે. આરોપી કંપનીઓ અને માલિકોની સામે આઈટી એક્ટની કલમ ૨૭૬બી હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આવકવેરા વિભાગ આઈપીસીની કલમ હેઠળ છેતરપિંડી અને અપરાધિક મામલામાં તપાસ કરે છે. સુત્રોનુ ંકહેવું ખે, આ કૌભાંડમાં કર્મચારીઓની સાથે છેતરપિંડી કરવામાં આવી છે જેથી આઈપીસીની કલમો લાગૂ કરવામાં આવનાર છે. આવકવેરા વિભાગના એક અધિકારીએ વિગત આપતા કહ્યું છે કે, હાલમાં જ કરવામાં આવેલા વેરિફિકેશન સર્વેમાં આવા ૪૪૭ મામલા સપાટી ઉપર આવ્યા છે. કંપનીઓએ કર્મચારીના ટીડીએસના ૩૨૦૦ કરોડ રૂપિયા કાપ્યા હતા પરંતુ સરકારના ખાતામાં જમા કરવામાં આવ્યા ન હતા. કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી રહી છે. આ આંકડો એપ્રિલ ૨૦૧૭થી લઇને માર્ચ ૨૦૧૮ સુધીનો છે. આવકવેરા વિભાગે રિકવરી માટે એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે. આરોપી કંપનીઓના બેંક ખાતા જપ્ત કરવાની શરૂઆત પણ થઇ ચુકી છે. અનેક મામલામાં કંપનીઓએ ટીડીએસના પૈસા વર્કિંગ કેપિટલમાં લગાવી દીધા હોવાના પણ અહેવાલ છે.

Related posts

हिज्बुल ने साउथ कश्मीर में पोस्टर लगाकर लोगों को धमकाया

aapnugujarat

એપ્રિલ માસથી રાજ્યસભામાં સરકારની સ્થિતિ વધુ મજબૂત

aapnugujarat

आतंकवाद की कमर तोडने वाले सुपरकॉप केपी एस गिलका निधन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1