Aapnu Gujarat
ગુજરાત

કર્મચારી-પેન્શનરોને ૭માં પગાર પંચનો તફાવત લાભ રોકડ મળશે

હોળી-ધૂળેટીના તહેવારને લઇ રાજય સરકાર દ્વારા તેના કર્મચારીઓ અને પેન્શનરોને ખાસ ભેટ જાહેર કરાઇ છે. આજે મળેલા વિધાનસભાના બજેટ સત્ર દરમ્યાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને સાતમા પગારપંચના તફાવતના લાભો ત્રણ હપ્તામાં રોકડમાં ચૂકવવામાં આવશે. સરકારની આ જાહેરાતને પગલે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે. આ જાહેરાતના કારણે રાજય સરકારની તિજોરી પર રૂ.૩૨૭૯.૭૯ કરોડનું ભારણ પડશે. સાતમા પગારપંચની ભલામણનો અમલ કરવાનો ઝડપી નિર્ણય લેવાના કારણે કર્મચારીઓને પહેલી જાન્યુઆરી ૨૦૧૬થી ૩૧મી જુલાઈ ૨૦૧૬ સુધીના માત્ર સાત માસના પગાર તફાવતની રકમ ચુકવવાની થાય છે તથા પેન્શનરોને પહેલી જાન્યુઆરી ૨૦૧૬થી ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૬ નવ મહિનાના પેન્શન તફાવતની રકમ ચુકવવાની રહેશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, કર્મચારીઓ અને પેન્શનરોને તા.૧-૧-૨૦૧૬થી તા.૩૦-૭-૨૦૧૬ સુધીના સાત માસ અને પેન્શનરોને તા.૧-૧-૨૦૧૬થી તા.૩૦-૯-૨૦૧૬ સુધી નવ માસના તફાવતની રકમ ચૂકવવામાં આવશે. આ તમામ રકમ રોકડમાં અને ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે. જેમાં પ્રથમ હપ્તો આ માર્ચ મહિનામાં, બીજો હપ્તો મે મહિનામાં અને ત્રીજો હપ્તો જૂલાઇ માસમાં ચૂકવવામાં આવશે. સરકારના આ નિર્ણયને પગલે રાજયભરના આશરે ૪.૬૫ લાખ કર્મચારીઓ અને ૪.૧૨ પેન્શનરોને લાભ થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ત્રણ હપ્તામાં રોકડેથી એરિયર્સની ચૂકવણી કરવાના કારણે પગાર તફાવત પેટે રૂ.૭૫૨.૭૮ કરોડ તથા પેન્શન તફાવત પેટે રૂ.૩૪૦.૪૮ કરોડ મળી કુલ રૂ.૧૦૩૯.૨૬ કરોડનું પ્રતિ હપ્તા પેટે ભારણ સરકાર પર આવશે. આમ, ત્રણેય હપ્તાઓનું મળી કુલ રૂ.૩૨૭૯.૭૯ કરોડનું આર્થિક ભારણ સરકારની તિજોરી પર પડશે પરંતુ સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને આ લાભ આપવા કટિબધ્ધ છે. દરમિયાન શિક્ષણ ક્ષેત્રે કોલેજોની માંગણી સંદર્ભે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક તાલુકામાં કોલેજ ઉભી કરવાનો નિર્ણય આ સરકારે કર્યો છે પરંતુ કોલેજ માટે જરૂરી જગ્યા સહિત અનેક વહીવટી બાબતોથી કામગીરીમાં વિલંબ થતો હોય ચે પરંતુ દરેક તાલુકામાં કોલેજો ઉભ થાય તે માટે સરકાર કટિબદ્ધ છે અને તે માટે પુરતી નાણા સહાય અપાય છે.
વધકારાના નાણાંકીય ખર્ચ સંદર્ભે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે રાજ્યના કર્મચારીઓ માટે સ્વીકારેલા સાતમાં પગાર પંચને લઇ નાણાની ફાળવણી સમયને આધિન કરવાની રહેશે તેમજ ગત વર્ષે ફિક્સ સમયના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ ઉપરાંત તેમજ કાયમી કરવાના નિર્ણયથી ઉબા થયેલા નાણા ભારણને કારણે પૂરક માંગણીઓ અનિવાર્ય છે.

Related posts

બનાસકાંઠામાં કાતિલ કોરોનાની એન્ટ્રી…..

editor

નાગરિકતા સંશોધન વિધેયકનો રાજપીપળામાં શાંતિપૂર્ણ વિરોધ

aapnugujarat

ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા દ્વારા ઋણસ્વિકાર અભિવાદન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1