Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

એરસેલ કંપની દેવાળું ફુંકે તેવી વકી : કર્મચારી ભારે ચિંતાતુર

મોબાઇલ સેવા ઉપલબ્ધ કરાવનાર કંપની એરસેલ દેવાળુ ફુંકે તેવી શક્યતા દેખાઈ રહી છે. મોબાઇલ સર્વિસ ઓપરેટર એરસેલે પોતાના યુનિટની સાથે મુંબઈના નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં પોતાને બેંકરપ્ટ અથવા તો દેવાદાર જાહેર કરવા માટે અરજી કરી દીધી છે. ૧૫૫૦૦ કરોડ રૂપિયાના દેવામાં ડુબેલી કંપની ટુંક સમયમાં જ પોતાને બેંકરપ્ટ જાહેર કરવા માટે અરજી કરવાની તૈયારીમાં છે. કંપનીનો આ નિર્ણય તમામ મોબાઇલ ઓપરેટરોમાં પણ ભારે ચર્ચા જગાવે છે. કંપનીનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મલેશિયાની કંપની મેક્સિસ અને તેના શેર ધારકો તથા દેવાદારો વચ્ચે કોઇપણ પ્રકારની સહમતિ થઇ શકી નથી. જો નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ એરસેલની દેવાદાર કંપની તરીકે જાહેર કરવાની તેની અરજી પર વિચારણા કરશે તો એનસીએલટી એક અનસોલ્વેન્સી રેગ્યુલેશન પ્રોફેશનલની નિમણૂંક કરશે જેને ૨૭૦ દિવસની અંદર કંપનીના રિપેમેન્ટ પ્લાન તૈયાર કરવા માટે કહેવામાં આવશે. જો કે, રિઝોલ્યુશન પ્રોફેશનલ આમાં ટ્રીબ્યુનલને રિપેમેન્ટ પ્લાન આપવામાં અથવા તો તેના પર સહમતિ દર્શાવવામાં નિષ્ફળ રહેશે તો કંપનીને બેંકરપ્ટ જાહેર કરીને તેમના લિક્વીડિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. હાલમાં જ કંપનીએ છ ટેલિકોમ સર્કલમાં પોતાની સેવા બંધ કરી દીધી છે. સપ્ટેમ્બર ૨૦૧૬માં રિલાયન્સ જીયોની શરૂઆત બાદથી સતત નુકસાનમાં ચાલી રહેલી કંપનીની હાલત કફોડી બની છે. અનેક સર્કલમાં કંપનીની સેવા બંધ થવાના કારણે સેંકડો લોકોના રોજગાર ઉપર પણ સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. ડિસેમ્બર ૨૦૧૭ના આંકડા મુજબ કંપની દેશની છઠ્ઠી સૌથી મોટી મોબાઇલ સર્વિસ કંપની છે અને તેના ૮.૫ કરોડ ગ્રાહકો રહેલા છે. કોર્પોરેટ જગતમાં અહેવાલની ચર્ચા ચાલી રહી છે.

Related posts

એશિયાનો આર્થિક વિકાસ ૦.૯ ટકા સુધી ઘટી શકે : આઇએમએફ

aapnugujarat

देश की सबसे बड़ी होलसेल प्याज मंडी लासलगांव में एक आईटी रेड से ३० प्रतिशत गिरे प्याज के होलसेल दाम

aapnugujarat

नेटमेड्स में रिलायंस ने खरीदा 60% हिस्सा

editor

Leave a Comment

UA-96247877-1