Aapnu Gujarat
રમતગમત

નેમારની સર્જરીને લઇ હવે ચર્ચા : ચાહકો ભારે નિરાશ

ફુટબોલના મહાન ખેલાડી નેમારની સર્જરીને લઇને નવી ચર્ચા છેડાઈ ગઈ છે. પગમાં ઓપરેશનને લઇને જરૂર છે કે કેમ તેને લઇને તેની ક્લબ અને તેના દેશમાં જોરદાર ચર્ચા છેડાઈ ગઈ છે. નેમારને તાજેતરના સમયમાં બે વખત ઇજા થઇ ચુકી છે. ઇજાના પરિણામ સ્વરુપે હવે તેવી વાત કરવામાં આવી રહી છે કે, તેને ઓપરેશનની જરૂર પડશે અને તેને પરત આવવામાં સમય પણ લાગશે. મે મહિના સુધી જ તે પરત આવી શકશે. બ્રાઝિલ તરફથી અનેક યાદગાર મેન રમી ચુકેલા નેમાર ફરીથી આ પ્રકારની સફળતા મેળવી શકશે કે કેમ તેને લઇને જોરદાર ચર્ચા છે. વિશ્વકપ આડે ખુબ ઓછા દિવસો રહ્યા છે ત્યારે નેમારને આ પ્રકારની ઇજા ભારે ચર્ચા જગાવે તેવી રહી છે. માર્શેલો, કોન્ટીનો અને ગેબ્રિયેલ જેસસ જેવા ખેલાડી બ્રાઝિલ પાસે રહેલા છે પરંતુ તેની ગેરહાજરી વધારે મુશ્કેલ સર્જી શકે છે. નેમાર હાલમાં આઉટ થઇ ગયો છે. ૨૬ વર્ષીય આ સ્ટાર ખેલાડી બે મહિના સુધી બહાર રહે તેવી શક્યતા છે. કોઇપણ પ્રકારની સર્જરી તેના માટે વાપસીને લઇને મુશ્કેલી ઉભી કરશે. યુરોપિયન ગેમમાં પણ તેનું મહત્વ રહેલું છે. એકબાજુ નેમાર ઇજા થયા બાદથી સર્જરી કરાવી લેવા માટે ઇચ્છુક છે. ત્યારે બીજી બાજુ વારંવાર ઇજાના પરિણામ સ્વરુપે તેની ક્લબમાં પણ હવે તેને લઇને ચર્ચા દેખાઈ રહી છે. નેમાર અને બ્રાઝિલના ચાહકોમાં આગામી દિવસોમાં તેની સ્થિતિ કેવી રહે છે તેના ઉપર ચર્ચા છે. તે વર્લ્ડકપમાં રમી શકશે કે કેમ તેને લઇને નેમારના કરોડો ચાહકો ચિંતાતુર બની ગયા છે. આ સુપરસ્ટારની પ્રાથમિકતા ક્લબ છે કે પછી બ્રાઝિલ છે તેને લઇને લઇને પણ ચાહકોમાં ચર્ચા છે.

Related posts

આજે મુંબઈને કેકેઆર સામે મરણિયા બની મેચ જીતવી જ પડશે

aapnugujarat

एडिलेड में डु प्लेसिस की पारी से प्ररेणा ली : अश्विन

editor

ISSF World Cup: Manu Bhaker-Saurabh Chaudhary wons gold medal in 10m Air Pistol

aapnugujarat

Leave a Comment

UA-96247877-1