Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડની વચ્ચે આજે બીજી વનડે

માઉન્ટ ખાતે આવતીકાલે ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ વન ડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચ રમાનાર છે. પ્રથમ વનડે મેચમાં ન્યુઝીલેન્ડે જીત મેળવીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી. હવે બીજી મેચ આવતીકાલે રમનાર છે. પ્રથમ વનડે મેચની રોસ ટેલરે શાનદાર સદી ફટકારીને પોતાના ફોર્મનો પરિચય આપ્યા બાદ આવતીકાલે રમાનારી મેચમાં પણ તેને ઉપરના ઓર્ડરમાં મોકલવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. માર્ટિન ગુપ્ટિલ, વિલિયમસન અને મુનરો પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. હાલમાં જ રમાયેલી ત્રિકોણીય ટ્‌વેન્ટી શ્રેણીમાં ન્યુઝીલેન્ડનીટીમ ફાઈનલમાં પહોંચી હતી અને ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં હારી હતી પરંતુ વર્તમાન શ્રેણીમાં આ ટીમ જોરદાર દેખાવ કરવા માટે ઇચ્છુક છે. માઉન્ટ ખાતે રમાનારી મેચને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
આવતીકાલે મેચને લઇને ઇંગ્લેન્ડની ટીમ પણ સંપૂર્ણપણે લડાયક મૂડમાં દેખાઈ રહી છે. પ્રથમ મેચમાં હાર થયા બાદ ઇંગ્લેન્ડની ટીમન્યુઝીલેન્ડમાં શ્રેણીને જીવંત રાખવાના ઇરાદા સાથે ઉતરશે. વર્તમાન શ્રેણીમાં પાંચ વનડે મેચો ઉપરાંત બે ટેસ્ટ મેચો પણ રમાનાર છે. પાંચમી અને અંતિમ વનડે મેચ ૧૦મી માર્ચના દિવસે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે ત્યારબાદ ૨૨મી માર્ચથી ઓકલેન્ડમાં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાનાર છે જ્યારે ૩૦મી માર્ચથી ક્રાઇસ્ટચર્ચ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાનાર છે.

Related posts

सुरेश रैना के फूफा और भाई की हत्या का केस सुलझा

editor

મોદી ફેબ્રુઆરી સુધી ૫૦થી વધુ રેલી કરશે

aapnugujarat

माल्या की तरह सचिन-रेखा को भी राज्यसभा से निकालो : समाजवादी सांसद नरेश अग्रवाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1