Aapnu Gujarat
ગુજરાત

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને જિલ્લા કક્ષાની રમતગમત સ્કૂલનો દરજ્જો ધરાવતી ઊર્મિ સ્કૂલ અને બીઆરજી ગ્રુપ પરિવારે ભાવપૂર્વક સત્કાર્યા

રાવપુરા વિસ્તારના ધારાસભ્યશ્રી રાજેન્દ્ર ત્રિવેદીની રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ (સ્પીકર) પદે વરણી થતાં હરખ અનુભવી રહેલા શહેરીજનોએ આજે ઠેર ઠેર તેમને ફુલડે વધાવીને આવકાર્યા હતા. આ ગરિમાસભર પદ પર તેમની પસંદગીથી વડોદરા ગૌરવાન્વિત થયું છે. તેનો આનંદ વ્યક્ત કરતા શ્રી બકુલેશભાઇ ગુપ્તાના નેતૃત્વ હેઠળ ઊર્મિ સ્કૂલ અને બીઆરજી પરિવારે તેમને ખૂબ જ ભાવપૂર્વક આવકાર્યા હતા. જિલ્લા કક્ષાની રમત સ્કૂલનો દરજ્જો ધરાવતી ઊર્મિ સ્કૂલ પાસેથી પસાર થતા વિધાનસભા અધ્યક્ષશ્રીના કાફલાને રમતવીરોના રાષ્ટ્રગીત જેવા ચક દે ચક દે ઇન્ડિયા ગીતના સૂરો વચ્ચે, ભારત માતાના જય જયકારથી વધાવી લેવામાં આવ્યા હતા. શાળાની વિદ્યાર્થિનીઓ કુમ કુમ તિલક કરીને તેમને વધાવ્યા હતા. અધ્યક્ષશ્રીએ બાલિકાઓ પર પુષ્પવર્ષા કરીને આશિષ પાઠવ્યા હતા. આ પ્રસંગે શ્રી બકુલેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, વિધાનસભાનું અધ્યક્ષપદ એ કપરી અને ગરિમાસભર જવાબદારી છે. શ્રી રાજેન્દ્રભાઇની આ પદ માટે પસંદગીથી શહેર-જિલ્લાનું ગૌરવ વધ્યું છે. રાધિકા નાયર, લતાબેન ગુપ્તા સહિત બીઆરજી પરિવારના સદસ્યો સત્કારમાં જોડાયા હતા. શહેરના સમા પ્રદેશદ્વારે અને વિવિધ ચાર રસ્તાઓ પર નગરજનોએ શ્રી ત્રિવેદીનું ભવ્ય અને ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. આવકારયાત્રામાં તેમની સાથે સાંસદ રંજનબહેન ભટ્ટ, મેયરશ્રી ભરતભાઇ ડાંગર, ધારાસભ્યશ્રી જીતુભાઇ સુખડિયા, મનીષાબહેન વકીલ, સીમાબહેન મોહિલે, પાલિકા પદાધિકારીઓ, નગરસેવકો અને અગ્રણીઓ જોડાયા હતા.

Related posts

મહામારીમાં ગુજરાત સરકારે લોકોને ભગવાન ભરોસે છોડ્યા છે : કોંગ્રેસ

editor

ગાંધીનગરમાં યુથ પાર્લામેન્ટનું આયોજન

aapnugujarat

૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગીગાવોટ ઉર્જા ઉત્પાદન કરવાનું લક્ષ્ય : સૌરભ પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1