Aapnu Gujarat
ગુજરાત

૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગીગાવોટ ઉર્જા ઉત્પાદન કરવાનું લક્ષ્ય : સૌરભ પટેલ

૨૦૨૨ સુધીમાં રાજ્યમાં ૧૭૫ ગીગાવોટ ઉર્જા ઉત્પન્ન કરવાનો લક્ષ્ય હોવાનું નિવેદન ઉર્જા પ્રધાન સૌરભ પટેલે આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે આગામી ત્રણ વર્ષમાં ૧૫ હજાર મેગાવોટ પુનઃ પ્રાપ્તિ ઉર્જા માટેનો પ્લાન છે.ઉર્જા પ્રધાન સૌરક્ષ પટેલે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગીગાવોટ રિન્યુઅલ ઉર્જા ઉત્પાદન કરવાનું અમારૂ લક્ષ્ય છે. હાલ રાજ્યની વીજ ક્ષમતામાં પુન પ્રાપ્ય ઉર્જાનો હિસ્સો ૭૬૪૫ મેગાવોટ છે, જે ૨૮ ટકા છે. ૨૨૯૨૨ મેગાવોટ એટલે કે, ૫૩ ટકા સાથે બમણી રિન્યુએલ એનર્જી ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે.તેમણે કહ્યું કે, અગામી ત્રણ વર્ષમાં ૧૫ હજાર મેગાવોટ પુન પ્રાપ્તિ ઉર્જાનો પ્લાન છે, ત્રણ વર્ષ દરમ્યાન ૧૦ હજાર મેગાવોટ સૌર ઉર્જા અને ૫ હજાર મેગાવોટ પવન ઉર્જા ઉત્પાદિત કરાશે.સૌરભ પટેલે કહ્યું કે, ધોલેરા ખાતે ૫ હજાર મેગાવોટનો સોલાર પાર્ક તથા ૧ હજાર મેગાવોટનું ટેન્ડર બહાર પડશે. જ્યારે પીપાવાવ ખાતે મધદરિયે ૧૫ હજાર કરોડના મૂડી રોકાણ સાથે ૧ હજાર મેગાવોટનો પવન ઉર્જા પ્લાન્ટ કેન્દ્ર સરકાર સ્થાપિત કરશે.તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર વિજળી ખરીદશે. કચ્છમાં રાજ્ય સરકાર હાઈબ્રિડ સ્થાપશે. ૩૦ હજાર મેગાવોટનું વીજળી ઉત્પાદનનું લક્ષ્યાંક છે. જ્યારે રાધા નેસડા ખાતે ૭૦૦ મેગા વોટ અને હર્ષદ ખાતે ૫૦૦ મેગાવોટનો સોલાર ઉર્જા પાર્ક સ્થપાશે. ૪૦ વર્ષના ભાડા પટ્ટા પર જમીન આપવામાં આવશે.

Related posts

રૂપાણી સરકાર કુંવરજી બાવળિયા પર આફરિન,ત્રણ ખાતા સોંપાયા

aapnugujarat

गुजरात के ८ बड़े शहरी इलाकों में बीजेपी मजबूत

aapnugujarat

અમદાવાદની યુવતીને સોશિયલ મિડીયાની મિત્રતા ભારે પડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1