Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી-ટ્રુડો વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થઇ : છ સમજૂતિ પર હસ્તાક્ષર

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોની સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક દ્ધિપક્ષીય સફળ મંત્રણા કરી હતી. બન્ને દેશો વચ્ચે અનેક મુદ્દા પર સહમતી થઇ હતી. ભારત અને કેનેડા સાથે મળીને સંરક્ષણ સહકારને મજબુત કરવા માટે સહમત થયા છે. ત્રાસવાદને ડામવા મામલે પણ ચર્ચા થઇ હતી. બન્ને દેશો વચ્ચેના સંબંધોને નવી ઉંચાઇ પર લઇ જવાના મુદ્દા પર બન્ને સહમત થયા હતા. ભારત અને કેનેડા વચ્ચે દ્વિપક્ષીય બેઠકો દરમિયાન કુલ છ સમજૂતિઓ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સમજૂતિ કરવામાં આવ્યા બાદ બંને નેતાઓ ખુશખુશાલ દેખાયા હતા. કેનેડાના વડાપ્રધાન સાથે સંયુક્ત પત્રકાર પરિષદ પણ મોદીએ યોજી હતી જેમાં જુદા જુદા મુદ્દા ઉપર બંને નેતાઓએ વાત કરી હતી. બંને દેશોના નેતાઓ ખુબ જ આત્મવિશ્વાસ સાથે દેખાઈ રહ્યા હતા. મોદીએ વાતચીત દરમિયાન કહ્યું હતું કે, બંને દેશો આતંકવાદ અને ઉગ્રવાદ જેવા મુદ્દાથી પરેશાન થયેલા છે. આતંકવાદ લોકશાહી સમાજ માટે ખતરારુપ છે. ત્રાસવાદને લઇને ંબને દેશો સાથે આવે તે જરૂરી છે. આતંકવાદનો કોઇપણ રીતે સ્વીકાર કરી શકાય નહીં. મોદીએ કહ્યું હતું કે, કેનેડાના વડાપ્રધાન અહીં પહોંચ્યા છે તેનાથી અમે ગર્વ અનુભવ કરી રહ્યા છે. કેનેડામાં એક લાખ ૨૦ હજારથી વધુ ભારતીય વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. બંને દેશોના પ્રોફેશનલોની અવરજવરને સરળ કરવા એમઓયુ ઓફ હાયર એજ્યુકેશન પર હસ્તાક્ષર કરાયા છે. ઉર્જાના ક્ષેત્રમાં પણ બંને દેશો સહમત થયા છે. કેનેડાની સાથે પોતાની સ્ટ્રેટેજીક પાર્ટનરશીપને આગળ વધારવા માટે ભારત ખુબ જ ઉત્સુક છે. બીજી બાજુ કેનેડાના વડાપ્રધાને ભારતમાં તેમના શાનદાર સ્વાગત બદલ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, બંને દેશો વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે. વાતચીત દરમિયાન મોદીએ એમ પણ કહ્યું હતું કે, ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાને પડકાર ફેંકનારને સ્વીકાર કરવામાં આવશે નહીં. ખાલિસ્તાનના મામલે મોદીએ પોતાના મનની વાત કરીહતી. વિભાજનની રણનીતિ રમનારની કોઇ જગ્યા નથી. અગાઉ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તેમનુ સ્વાગત કર્યુ હતુ. તેમને મોદી ગળે પણ મળ્યા હતા. ભારતના એક સપ્તાહના પ્રવાસે આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોનુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમની ભારત યાત્રાનો આજે છઠ્ઠો દિવસ હતો. ટ્રુડોની ભારત યાત્રાને લઇને કેટલાક વિવાદ રહ્યા છે. અન્ય દેશોના વડાની તુલનામાં તેમના સ્વાગતમાં વધારે તૈયારી કરાઇ નથી. સાથે સાથે અન્યોની તુલનામાં તેમને ઓછુ મહત્વ અપાયુ છે તેવા આક્ષેપો થઇ રહ્યા હતા. જો કે આજે તેમનુ શાનદાર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ગુરૂવારના દિવસે ખાલિસ્તાની ત્રાસવાદીની સાથે કેનેડાના વડાપ્રધાનના પત્નિનો ફોટો આવ્યા બાદ વધારે વિવાદ રહ્યો હતો. મોદી દ્વારા ટ્રુડોના વિમાનીમથક પર સ્વાગત માટે ન પહોંચવાની બાબતને લઇને વિવાદ થયો હતો. આજે મોદી અને ટ્રુડો વચ્ચે આખરે શાનદાર ભેંટ થઇ હતી. જસ્ટીન ટ્રુડો અહીં પોતાની પત્નિ સૌફી અને બાળકોની સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યુ હતુ. મોદી અને તેમની વચ્ચે થનારી વાતચીત પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ટ્રુડોના પરિવારની સાથે મોદીએ ફોટા પણ પડાવ્યા હતા. મોદીએ તેમના સ્વાગત પહેલા જ ગઇકાલે રાત્રે ટ્‌વીટર પર કહ્યુ હતુ કે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધ હવે નવી ઉચાઇ પર છે. મોદીએ ટ્રુડો અને તેમની પુત્રીની સાથે એક જુનો ફોટો પણ મુક્યો હતો. આ ફોટો વર્ષ ૨૦૧૫માં પડાવાયો હતો. એ વખતે મોદી કેનેડાની યાત્રાએ પહોંચ્યા હતા. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પરિવાર સાથે એક સપ્તાહના પ્રવાસે ભારત આવ્યા હતા. દિલ્હી પહોંચતા પહેલા ટ્ર્‌ડોના પરિવારે ગુજરાત, પંજાબ અને ઉત્તરપ્રદેશની યાત્રા કરી હતી. કેટલાક ધાર્મિક સ્થળો પર પહોંચ્યા હતા. કેનેડાના વડાપ્રધાન પરિવાર સાથે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અક્ષરધામમાં દર્શન માટે પણ પહોંચ્યા હતા. કેનેડાના વડાપ્રધાન અમદાવાદના ઐતિહાસિક ગાંધીઆશ્રમ ખાતે પહોંચ્યા હતા જ્યાં થોડાક સમય સુધી રોકાયા હતા. રાષ્ટ્રપિતાના સંદર્ભમાં વધુ માહિતી પણ એકત્રિત કરી હતી. ટ્રુડો અમદાવાદમાં પોતાની પત્નિ સોફી ગ્રેગોઇર અને ત્રણ બાળકો ઝેવિયર, ઇલાગ્રેસ અને હેડ્રીની સાથે પહોંચ્યા હતા. છેલ્લા ૧૮ મહિનામાં ટ્રુડો સરકારના ૧૧ પ્રધાનો ભારત આવી ચુક્યા છે. પોતાની સાત દિવસની યાત્રા દરમિયાન ટ્રુડો હરમંદિર સાહેબના દર્શન માટે પણ પહોંચનાર છે. વડાપ્રધાન તરીકે ટ્રુડોની આ પ્રથમ ભારત યાત્રા છે. તેમની ગુજરાત યાત્રાને લઇને તંત્ર દ્વારા પહેલાથી જ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. તમામ રસ્તાઓને વ્યવસ્થિત કરવામાં આવ્યા હતા. પરિવાર સાથે પહોંચેલા ટ્રુડો ખુબ જ આકર્ષણ જમાવી રહ્યા છે અને તેમના અંગે વધુ માહિતી મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

પેન્શન સુવિધા મામલે ભારત ૩૪ દેશનાં લીસ્ટમાં ૩૩માં સ્થાને

aapnugujarat

મુંબઇમાં ભારે વરસાદ બાદ હવે ખતરનાક ચિત્ર ઉપસ્યું

aapnugujarat

વડાપ્રધાન મોદીએ વારાણસીના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1