Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આખરે નિરવ મોદી ગ્રુપના ૪૪૦ મિલિયનના શેર, બેંક થાપણો ફ્રીઝ, મોંઘીદાટ ઘડિયાળો પણ કબજે લેવાઈ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પીએનબી ફ્રોડના મામલામાં મુખ્ય આરોપી નિરવ મોદી ગ્રુપના ૪૪૦ મિલિયન રૂપિયાની કિંમતના શેર અને બેંક ડિપોઝિટ ફ્રીઝ કરી દીધા છે. આ ઉપરાંત અબજોપતિ હિરા કારોબારી સાથે સંબંધિત સ્થળો ઉપરથી ઇમ્પોર્ટેડ ઘડિયાળોનું જંગી કલેક્શન પણ જપ્ત કરવામાં આવ્યું છે. ૧૧૩૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડના સંદર્ભમાં ઇડી દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓએ કહ્યું છે કે, તેઓએ પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ પીએમએલએ હેઠળ આ ગ્રુપના ૧૩૮.૬ મિલિયન રૂપિયાની કિંમતના શેર અને ૩૦૦ મિલિયન રૂપિયાને આવરી લેતા બેંક ખાતાઓ ઉપર ફ્રીઝ ઓર્ડર જારી કરી દીધા છે. ઇડીના અધિકારીઓનું કહેવું છે કે, ઇમ્પોર્ટેડ ઘડિયાળોનું જંગી કલેક્શન મળી આવ્યું છે. ૧૭૬ સ્ટીલ અલમીરા, ૧૫૮ બોક્સ અને ૬૦ અન્ય કન્ટેનર જપ્ત કરવામાં આવ્યા છે. છેલ્લા સપ્તાહમાં અબજોપતિ ડાયમંડ જ્વેલરી ડિઝાઇનર સાથે સંબંધિત અનેક સ્થળો ઉપર ઇડી દ્વારા તપાસ કરવામાં આવી હતી. ગઇકાલે જ સંસ્થા દ્વારા શેર અને લકઝરી કાર જપ્ત કરવામાં આવી હતી. મોદી, તેમના કાકા અને ગીતાંજલિ જેમ્સના પ્રમોટર મેહુલ ચોક્સી અને અન્યોની પણ ઇડી અને અન્ય તપાસ સંસ્થાઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈ અને ઇડી દ્વારા બે એફઆઈઆર કેસમાં તપાસ કરવા નોંધવામાં આવી ચુકી છે. મોદી અને ચોકસી બંને ક્રિમિનલ કેસ તેમની સામે નોંધવામાં આવે તે પહેલા જ ભારતથી ફરાર થઇ ગયા હતા. અત્રે નોંધનીય છે કે, સમગ્ર દેશને હચમચાવી મુકનાર ૧૧૩૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક છેતરપિડી કોંભાડના મામલે વ્યાપક દરોડાનો દોર જારી રહ્યો છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સીબીઆઇ અને આવકવેરા વિભાગ દ્વારા વ્યાપક તપાસ કરવામા ંઆવી રહી છે. અબજોપતિ ડાયમંડ કારોબારી નિરવ મોદી સામે સતત પગલા લેવામાં આવી રહ્યા છે. તેમની કંપનીઓની સાથે સાથે આજે ઇડીએ નિરવ મોદી અને તેમની કંપનીઓની નવ ખુબ મોંઘી કાર જપ્ત કરી હતી. આ કારમાં આશરે છ કરોડની કિંમત ધરાવતી રોલ્જ રોયલ ઘોસ્ટ પણ સામેલ છે. આ પહેલા મંગળવારના દિવસે સીબીઆઈએ મુંબઈ સ્થિત ૨૭ એકર જમીનમાં બનેલા નિરવ મોદીના ફાર્મ હાઉસ ઉપર કબજો જમાવી દીધો હતો. આ ઉપરાંત ઇડીએ નિરવ મોદીના ૭.૮૦ કરોડ રૂપિયાની કિંમતવાળા મ્યુચ્યુઅલ ફંડ અને શેર પણ ફ્રીઝ કર્યા છે. મેહુલ ચોક્સી ગ્રુપ સાથે જોડાયેલા ૮૬.૭૨ કરોડ રૂપિયાના શેર અને મ્યુચ્યુઅલ ફંડ પણ ઇડીએ ફ્રીઝ કર્યા છે. સીબીઆઈ હાલ દરોડા પાડી રહી છે. ઇડીની તપાસ જારી રહી છે. મુંબઇમાં ચાર શેલ કંપનીઓ સહિત દેશમાં ૧૭ જગ્યાએ બુધવારના દિવસે વ્યાપક તપાસ કરવામા ંઆવ્યા બાદ હજુ તપાસ ચાલી રહી છે. બીજી બાજુ આવકવેરા વિભાગ દ્વારા પણ આ મામલે પોતાની તપાસ હેઠળ ૧૪૫ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. ઇડીએ બુધવારના દિવસે જ ૧૦ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.

Related posts

મીડિયાએ મોદી પાસેથી મારા નામની સોપારી લીધી છે : લાલૂ યાદવ

aapnugujarat

सुपर फास्ट तरीके से मिलेगा जीवन बीमा पॉलिसी, IRDA ने बदले नियम

editor

હવે ભારતના ૪૮ કરોડથી વધુના વર્કફોર્સ પર લટકતી તલવાર : આઈટી સેક્ટર મંદીમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1