Aapnu Gujarat
બ્લોગ

બેંકિંગ સિસ્ટમની ખામી અને કરોડોના મહાકૌભાંડ

પંજાબ નેશનલ બેંકમાં ૧૧,૩૦૦ કરોડનું મહાકૌભાંડ સોશ્યલ મીડિયામાં અને ખાસ કરીને વ્હોટ્‌સઅપ પર રમૂજો ફરી રહી છે. દેશમાં આટલું મોટુ કૌભાંડ થાય અને બધા સોશિઅલ મીડિયામાં મઝા લઈ રહ્યા છે, કયારે દેશ જાગશે..? દેશની પ્રજામાં કયારે અવેરનેશ આવશે..? કયા સુધી બેંકિંગ સીસ્ટમની પોલમપોલનો લાભ લેવાશે..? ગુજરાતની માધવપુરા મર્કેન્ટાઈલ કો.ઓપરેટિવ બેંકના ડિફોલ્ટને યાદ કરોપ તે તો કોઓપરેટિવ બેંક હતી, કેતન પારેખ જેવા લોકો કોઓપરેટિવ બેંકની સિસ્ટમનો ગેરલાભ લઈને પૈસા ઉઠાવી ગયા, અને પછી ભર્યા જ નહી, અંતે બેંક ડિફોલ્ટ થ્ન, તે પછી આરબીઆઈએ સખત પગલા લીધા અને બેંકિંગની ખોખલી સીસ્ટમ સામે વાંધા ઉઠાવ્યા હતા, આરબીઆઈએ કોઓપરેટિવ બેંકો સામે સખ્તી કરી હતી, પણ આ પંજાબ નેશનલ બેંક તો શિડ્યુલ બેંક હતી, તો પછી કેવી રીતે કૌભાંડ આચાર્યુ..? તમારા આધારકાર્ડને બેંકના નાના ખાતા સાથે જોડવાની ઝુંબેશ ચાલે છે, નાના ખાતેદારને હેરાન કરાય છે, તો નિરવ મોદી જેવાના આધાર કાર્ડ બેંકના ખાતા સાથે એટેચ થયા કે નહી તે કોણ જોશે.
પંજાબ નેશનલ બેંકના મહાકૌભાંડ પછી એવા અનેક સવાલો ઉભા થયા છે, કે તેનો કોઈની પાસે જવાબ નથી. સીબીઆઈ, સીવીસી, નાણાં મંત્રાલય, આરબીઆઈ જેવી તપાસ એજન્સીઓ તપાસ કરશે, અને કૌભાંડીઓ તો દેશ છોડીને ભાગી ગયા છે. હવે શુંપ સીસ્ટમની ખામીઓ સુધરશે ખરી ? તે પણ અતિમહત્વનો સવાલ છે.નીરવ મોદીની ‘મોદી’ અટકને કારણે કોંગ્રેસ ગેલમાં આવી જઈને આક્ષેપો કરી રહી છે, તો બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસ પણ હલ્લો કર્યો છે. દર વખતે આવા કૌભાંડ બહાર આવે ત્યારે રાજકીય રીતે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થાય છે, પણ કોઈ તે કૌભાંડ કેમ થયું, કેવી રીતે થયું, તેની શું ખામી હતી, નિયંત્રક સંસ્થા તરીકે આરબીઆઈએ શું ધ્યાન રાખ્યું, પંજાબ નેશનલ બેંકના ઓડિટમાં કેમ આ બાબત બહાર ન આવી, આવી બધી બાબત વિસરાઈ જાય છે. કૌભાંડની બે દિવસ ચર્ચા ચાલશે, પછી બધાં ભૂલી જશે. પણ હાલ તો કોંગ્રેસ અને ભાજપ આમનેસામને આવી ગયા છે.કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી અને નાણાંપ્રધાન અરુણ જેટલીને જાણકારી વગર આટલું મોટું કૌભાંડ શક્ય જ નથી. રાહુલ ગાંધીએ પણ પીએમ મોદીની બરાબર ચુટકી લીધી હતી. તો સામે સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમને વળતો હૂમલો કર્યો હતો. રાહુલ ગાંધી આ જ્વેલરી ગ્રુપના પ્રમોશન ઈવેન્ટમાં સામેલ થયા હતા. નિરવ મોદીએ કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીને ફાયદો પહોંચાડ્યો છે. નિર્મલા સીતારમને વધુમાં કહ્યું હતું કે ફાયર સ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રા.લી. નીરવ મોદીની કંપની હતી, તેમણે તેને અદ્વેત હોલ્ડિંગમાં ખરીદી કરી હતી. અદ્વેત હોલ્ડિંગમાં ૨૦૦૨માં કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીની પત્ની અનિતા સિંઘવી શેરહોલ્ડર હતી. કોંગ્રેસનાં નેતાઓએ ગીતાજંલી કંપનીને પ્રમોટ કરી છે, અને તેને બિલ્ડીંગ પણ આપી હતી. નીરવ મોદીની કંપનીને લોન આપવાની શરતો હળવી પણ કોંગ્રેસે જ કરી આપી હતી.જ્યારે કોંગ્રેસે કહ્યું હતું કે આપણા દેશનો ચોકીદાર છે તે પકોડા બનાવવાની સલાહ આપી રહ્યા છે. આજ પરિસ્થિતિમાં ચોકીદાર સૂઈ ગયો છે, અને ચોર ભાગી ગયો છે. પીએમ મોદી તેમની સાથે સત્તાવાર ટ્રાવેલ કરનારાના નામ કેમ જાહેર કરતાં નથી. શું ઈઝ ઓફ ડુંઈગની વાત પીએમ કરશે. દાવોસમાં પીએનબી સ્કેમના મુખ્ય આરોપી નીરવ મોદીનો ફોટો પીએમ મોદી સાથે છે, તે ખુલાસા પછી આ ફોટા વાયરલ થયો હતો. અને આ ફોટાને આધારે કોંગ્રેસે ભાજપ પર હૂમલો કર્યો હતો.આ તો થઈ ભાજપ અને કોંગ્રેસના રાજકારણનીપ પણ હવે સિરીયસ વાત. પીએનબી કૌભાંડ જેવું બહાર આવ્યું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં તપાસ એજન્સીઓએ ફટાફટ તપાસ શરૂ કરી છે. સીબીઆઈ, ઈન્ટરપોલ, ઈડી, સીવીસી, આરબીઆઈ, ફાઈનાન્સ મીનીસ્ટ્રી વિગેરે એક્શનમાં આવી ગયા છે. નીરવ મોદી અને મેહુલ ચોકસીના પાસપોર્ટ રદ કર્યા છે, અને તેના આઉટલેટ્‌સ પર દરોડા પાડ્યા છે. સેબી પણ તપાસમાં જોડાઈ છે. સીબીઆઈએ પીએનબીના ત્રણ કર્મચારીઓની ધરપકડ કરી છે. આ તો એક્શનની વાત, પણ શું નિરવ મોદી અને મેહુલ ચોકસી પકડાશે ખરાપ પીએનબીના ડુબેલા પૈસાનું શું થશે. બેંકિંગ સિસ્ટમની ખામીઓનું શું થશે, આ મુદ્દા પર રાજકીય પક્ષો વિચારે અને કડક કાયદા બનાવે.આરબીઆઈનું કોઈપણ બેંક પર નિયંત્રણ નથી. ખાનગી બેંકો અને સરકારી બેંકો ખાતેદારો પાસેથી આડેધડ ચાર્જિસ વસુલ કરે છે, ખાતેદાર રજૂઆતો કરીને થાકી ગયા, કોઈ સાંભળનાર નથી. નાના નાના ખાતેદારો પાસેથી અનેકવિધ ચાર્જિસ વસુલે છે, અને આવા માટા કૌભાંડીઓ બેંકોનું કરી ગયા, તો શું થયું. દેશ જાણે છે, અને આગામી દિવસોમાં શું થશે, તે પણ જાણવા મળશે. ખાળે ડૂચા અને દરવાજા ઉઘાડા જેવો ઘાટ ઘડાયો છે.હજી તો સૌથી મોટી વાત સામે આવી છે તે એ છે કે રોઇટર્સનો રીપોર્ટ છે કે આ બેંકોનું કૌભાંડ ૧૧,૦૦૦ કરોડ નહીં પણ ૬૦,૦૦૦ કરોડનું છે. પીએનબીનું કૌભાંડ બહાર આવતાં શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું છે. પીએનબી અને ગીતાજંલી જેમ્સ સહિત જ્વેલર્સ ઉદ્યોગના શેરમાં ભારે વેચવાલી ફરી વળી હતી, અને સતત ત્રણ ટ્રેડિંગ સેશનમાં કડાકો બોલી ગયો હતો, જેને પગલે રોકાણકારોની રુપિયા ૯૫૦૦ કરોડની મૂડીનું ધોવાણ થયું છે. રોકાણકારો સવાલ પુછી રહ્યા છે કે આની ભરપાઈ કોણ કરશે ?
અગાઉના વર્ષોમાં વિદેશમાં બેંકો ડિફોલ્ટ થઈ ત્યારે તમામ દેશ પર તેની વિપરીત અસર થઈ હતી, ભારત જ એક એવો દેશ હતો કે તેની બેંકિંગ નીતિના વખાણ થયા હતા, ત્યારે આરબીઆઈએ મૂંછ પર તાવ આપ્યો હતો. પણ હવે ભારતમાં જ બેંક ફ્રોડ થયો છે, તો હવે આરબીઆઈ શું કહેશે.?ભારતની બીજી સૌથી મોટી રાષ્ટ્રિયકૃત બેંક પંજાબ નેશનલ બેંક (પીએનબી)માં લગભગ ૧૧,૫૦૦ કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. જેની અસર દેશની અન્ય બેંકો પર પણ પડવાની ભીતિ ઉભી થઈ છે. પંજાબ નેશનલ બેંકે આ સંદર્ભે અન્ય બેંકોને ચેતવી પણ છે. પંજાબ નેશનલ બેંકનું કૌભાંડ આવ્યા પછી નીરવ મોદી ઉપરાંત દેશના ત્રણ મોટા જવેલર્સ ગીતાંજલી, નક્ષત્ર અને ગિન્ની પણ તપાસના દાયરામાં છે. પીએનબીમાં કૌભાંડનો ખુલાસો થતા જ તેના શેરના ભાવો ૧૦ ટકાથી પણ વધારે તુટ્યાં હતાં.
બેંકે બોમ્બે સ્ટોક એક્ચેન્જની આ બાબતની જાણકારી આપતા કહ્યું છે કે, કેટલાક પસંદગીયુક્ત એકાઉન્ટ હોલ્ડર્સને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો હતો. બેંકે એ પણ કહ્યું હતું કે આ ટ્રાન્જેક્શનથી તેમની દેવાદારી બને છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. પીએનબીમાં બહાર આવેલી આર્થિક ગેરરીતિએ પહેલેથી જ ફાઈનાન્સિયલ કટોકટીનો સામનો કરી રહેલી દેશની અન્ય બેંકોની સ્થિતિને લઈને પણ પ્રશ્નો ખડાં કર્યાં છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર આ કૌભાંડે બેંકના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફીસર અને એમ ડી સુનિલ મેહતા સામે એક પડકાર ઉભો કર્યો છે. મહેતાએ ગત વર્ષે જ એમડીનો ચાર્જ સંભાળ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ સંબંધ પુછેલા પ્રશ્નોનો પણ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. પીએનબીના જણાવ્યા પ્રમાણે તપાસ અધિકારીઓને કૌભાંડની જાણકારી આપી દેવામાં આવી છે. લેવડ દેવડ પર આ કૌભાંડની શું અરસ પડશે, તે બાબતે હજુ સુધી કોઈ સમીક્ષા કરવામાં આવી નથી. તેવી જ રીતે સંબંધીત લોકોના નામ પણ બેંકે જણાવ્યા નથી.
આ મામલે સરકારે પોતાની પ્રતિક્રિયા આપી હતી. નાણાં મંત્રાલયે આ કૌભાંડને લઈને વ્યક્ત કરવામાં આવી રહેલી આશંકાઓ ફગાવી દેતા કહ્યું છે કે આ મુદ્દો પણ સરકારના નિયંત્રણ બહાર નથી. આ મામલે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નાણાંકીય સેવા વિભાગમાં સંયુક્ત સચિવ લોક રંજને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, મને નથી લાગતું કે આ બાબત નિયંત્રણ બહાર છે કે હાલમાં કોઈ મોટી ચિંતાની વાત છે.પંજાબ નેશનલ બેંક (પીએનબી)એ પોતાની મુંબઈ સ્થિત એક બ્રાંચમાં આચરવામાં આવેલું આશરે ૧૧૪૦૦ કરોડનું કૌભાંડ પકડી પાડયું છે. આ સ્થિતિ ‘વાડ જ ચીભડા ગળે’ તેવી થઈ છે. કેમકે આ કૌભાંડમાં આલ્યા, માલ્યા ને જમાલ્યા-બધા જ ‘માલામાલ’ થઈ ગયા છે. આના પરથી ફલિત થાય છે કે સરકારમાં લોલંલોલ અને સરકારી બેંકોમાં પોલંપોલ ચાલી રહ્યું છે.
જાણકારોએ કહ્યું કે પીએનબીનું આ કૌભાંડ વિજય માલ્યા અને લલીત મોદીના કૌભાંડોને પણ ભૂલાવી દે તેવું છે. બેંકના નફા કરતા ૮.૫ ગણું મોટું કૌભાંડ છે. આથી બેંક ફડચામાં જવાની પણ શકયતા છે. કૌભાંડમાં સામેલ પી.એન.બી.નાં ૧૦ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. જેમ જેમ પીએનબીનાં કૌભાંડના સમાચાર વહેતા થતા ગયા તેમ તેમ તેના શેરમાં ૧૦%નું ગાબડુ પડતા ૧૪૫.૮૦ની સપટીએ ઉતરી આવ્યો.કૌભાંડની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ જવેલરી ડીઝાઈનર નિરવ મોદી અને તેના ભાઈ નિશાલ મોદી, પીએનબીનાં અમુક અધિકારીઓ વિસધ્ધ આશરે રૂ૨૮૦.૭ કરોડની છેતરપીંડીનો કેસ સીબીઆઈએ દાખલ કર્યો છે આ બે મામલા કુલ રૂ.૧૧૪૦૦ કરોડના છે. બીજામાં મોદી બંધુની સંડોવણી છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.સીબીઆઈએ કહ્યું કે અમને પંજાબ નેશનલ બેંક તરફથી બે ફરિયાદો મળી છે (૧) નિરવ મોદી વિસધ્ધ, (૨) જવેલરી કંપની વિસધ્ધ છે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે પીએનબીનું કૌભાંડ રૂ. ૩૬૦૦૦ કરોડના માર્કેટ કેપનાં ૩૩%જેટલું છે. તેના શેરમાં રોકાણકારોએ રૂ. ૩૮૪૪ કરોડગુમાવ્યા છે.નિરવ મોદી ઉપરાંત અમુક ખાતાધારકોને ફાયદો પહોંચાડવાનાં આશયથી મુંબઈની બ્રેડી બ્રાંચમાં અનધિકૃત વ્યવહારો થકી કૌભાંડ થયું છે. ઉલ્લેખનીય છે કે મોદી બંધુએ લેટર ઓફ ક્રેડીટનો દૂસપયોગ કર્યો હોવાની શકયતા સીબીઆઈ જોવે છે.જાણકારોનાં જણાવ્યા મુજબ સૂકા સાથે લીલુ બળે તેમ પીએનબીનાં કૌભાંડના છાટા બીજી બેંકોને ય ઉડી શકે.મોટા જવેલર્સ ગિતાંજલી, ગિન્ની નક્ષત્ર વિગેરેનાં વ્યવહારો પણ હવે સ્કવેર હેઠળ આવી ગયા છે. આ સિવાય સીબીઆઈ, અલ્હાબાદ બેંક, એકિસસ બેંકે પણ મોદી બંધુને ધીરેલા નાણાંની તપાસ થશે.બેંકો શા માટે મોટા ડિફોલ્ટરોને ઓળખવામાં ‘થાપ’ ખાઈ જાય છે? દેશની ૧૩૩ વર્ષ જૂની સરકારી બેંક પંજાબ નેશનલ બેંકમાં થયેલુ રૂ.૧૧૦૦૦ કરોડનું કૌભાંડ દેશનું સૌથી મોટું બેંકિંગ ડિઝાસ્ટર કે વ્હાઈટવોશ છે. આનાથી વૈશ્વિક સ્તરે પણ ભારતીય બેકિંગ સિસ્ટમની છબી ખરડાઈ છે.સીબીઆઈની તપાસમાં જાણવા મળેલી વિગત મુજબ પીએનબીમાં કૌભાંડ આચરનાર ડાયમંડ જવેલરી વેપારી નિરવ મોદી આણી મંડળીતો ગત તા.૬ જાન્યુઆરીનાં રોજ જ દેશ છોડી ગઈ હતી તેની સાથે પત્ની અમી મોદી, ભાઈ નિશાલ અને મામા મુકુલ ચોકસી પણ સામેલ છે.છેલ્લે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ વખતે નિરવ મોદી દાવોસ (સ્વિસ)માં હતો. અમિ અમેરીકન નાગરિક છે. એટલે તે અમેરીકામાં છે. નિશાલ બેલ્જિયમનો નાગરિક છે, તેથી તે બ્રસેલ્સમાં હોવાની સંભાવના છે. ચોકસીની હજુ ભાળ મળી નથી.જાણવા મળે છે કે પંજાબ નેશનલ બેંકમાં કેટલાક કૌભાંડ અધિકારીઓએ આર્થિક વ્યવહારો સીસ્ટમમાં ચડાવ્યા જ ન હતા અને આવું આજ કાલથી નહી પરંતુ ૨૦૧૧થી લોલંલોલ ચાલતુ હતુ તો શું બેંકો આવા અધિકારીઓ અને લોન ધારકોને ઓળખવામાં થાપ ખાઈ જાય છે?૩૦ બેંકોએ એલસીયુના આધારે ધિરાણ આપ્યું હતુ પરંતુ વસુલી ન થતા હાલ ૧૧,૪૦૦ કરોડ રૂપિયાનો બોજો ઉભો થયો છે. નિરવ મોદી, વિજય માલ્યા સહિતના ઘણાં નામી, અનામી ચહેરાઓ બેંકને ધુંબા મારી પલાયન કરી રહ્યા છે. જેની સીધી અસર અર્થતંત્ર પર પણ પડે છે.બેંકોનાં એનપીએ રેશિયોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જે બેંકીંગ પધ્ધતીની નબળાઈઓને રજૂ કરે છે. પીએનબીનાં ઈન્ટરનેશનલ બેંકિંગ ડિવીઝનનાં જીએને ૩૦ બેંકોનાં ચેરમેન, એમડીને પત્રો લખ્યા છે. આ પત્રોમાં અન્ય બેંકો પર બેદરકારી દાખવવાનો આરોપ મૂકાયો છે. નીરવ મોદીની ૫૧૦૦ કરોડની સંપત્તિ કબજે કરી ઈડીએ આગળની વધુ તપાસ તેજ કરી છે.હાલ દેશનો સૌથી મોટો ૧૧,૪૦૦ કરોડ રૂપીયાનો બેંક કૌભાંડ કરી પ્રકાશમાં આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ ઈડીએ ગૂરૂવારે હીરા વેપારી નિરવ મોદીના ૨૩ ઠેકાણાઓ પર દરોડો પાડી ૫૧૦૦ કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી હતી જેમાં હીરા ઝવેરાત અને સોનું પણ સામેલ છે. આ પીએનબી કૌભાંડ દેશનું સૌથી મોટું બેંક કૌભાંડ છે. આ પરથી પ્રશ્નો મનમાં ઉઠે છે કે બેંકો શા માટે મોટા ડિફોલ્ટરોને ઓળખવામાં થાપ ખાય જાય છે?? શું આજની બેંકો ઉછીના નાણા રૂપે લોન આપતા પહેલા પૂરતી તપાસ કરવામાં કાચી છે?
૧૧૪૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક પીએનબી કૌભાંડની હાલ તપાસ ચાલુ જ છે. જો કે, આટલી મોટી રકમની નુકશાની થતો અંતે પીએનબીને જ ભોગવવી પડે તેવી શકયતા છે. નીરવમોદીની કંપનીને ઓછામાં ઓછી અત્યારે નિરવ મોદી ચોકકસ કયા દેશમાં છે? કદાચ તે અમેરિકામાં છે કેમકે ત્યાં તેની પ્રોપર્ટી છે ઉપરાંત સાસરૂ પણ છે. પંજાબ નેશનલ બેંકે આ કૌભાંડને કેન્સર સમાન ગણાવ્યું અને કહ્યું કે તેની સર્જરી કર્યા વિના છૂટકો નથી. પરંતુ પૂર આવ્યા પહેલા જ પાળ બંધાય તો જ રક્ષણ મળે.

Related posts

બોફોર્સનાં ડાઘ રાફેલથી ધોશે કોંગ્રેસ

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

चमकी,बिहार,न्यायालय और सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1