Aapnu Gujarat
મનોરંજન

સ્ટાર સલમાન ખાન હાલ જેક્લીનની સાથે બેંકોકમાં

સલમાન ખાન અને જેક્લીન હાલમાં છેલ્લા કેટલાક સમયથી ખુબ નજીક દેખાઇ રહ્યા છે. બન્નેની કિક ફિલ્મ આવ્યા બાદથી જોરદાર કેમિસ્ટ્રી સતત જોવા મળે છે. હવે રેસ-૩ ફિલ્મમાં બન્ને સાથે કામ કરી રહ્યા છે. હાલમાં બન્ને બેંકોકમાં સાથે શુટિંગ કરી રહ્યા છે. સલમાન જેક્લીનને પોતાની વેલેન્ટાઇન તરીકે ગણે છે. સલમાનનુ રાય વિતેલા વર્ષોમાં એશ્વર્યા રાય બચ્ચનથી લઇને કેટરીના કેફ સુધી જોડાયેલુ રહ્યુ છે. યુલિયા વેન્ટરની સાથે પણતેના નામની ચર્ચા રહી છે. પરંતુ હવે તેની લાઇફમાં કોઇ આવી ગઇ છે. આઅંગે સલમાને પોતે વિડિયોમાં આ મુજબની વાત કરી છે. સલમાન ખાન બેંકોકમાં રેસ-૩ના શુટિંગમાં છે. જેક્લીન અને તે સાથે સમય ગાળી રહ્યા છે. વેલેન્ટાઇનના દિવસે તેને જેક્લીન તરફથી પ્રેમ મળ્યો હોવાના હેવાલ મળ્યા છે. જેક્લીને વેલેન્ટાઇન ડેના દિવસે એક વિડિયો શેયર કરીને કહ્યુ છે કે સલમાને તેને પોતાની વેલેન્ટાઇન તરીકે ગણે છે. વિડિયોમાં સલમાન ખાન એમ કહેતો નજરે પડે છે કે તેને વેલેન્ટાઇન મળી ગઇ છે. આ સાંભળીને જેક્લીન ખુબ ખુશ થઇ જાય છે. સલમાન ખાન ખુબ મજાક કરે છે. સલમાન ખાન સસ્પેન્સ ઉભા કરવામાં માહિર છે. થોડાક સમય પહેલા સલમાને કહ્યુ હતુ તે કે તેને છોકરી મળી ગઇ છે. થોડાક સમય બાદ જાણવા મળ્યુ કે પોતાની ફિલ્મ માટે તેમને અભિનેત્રી મળી ગઇ છે. રેસ-૩ ફિલ્મનુ નિર્દેશન રેમો ડિસોઝા કરી રહ્યા છે. ફિલ્મમાં અનિલ કુપર, બોબી દેઓલ અને ડેઝી શાહ પણ કામ કરી રહી છે. સાકિબ સલીમ અને પુજા હેગડેની પણ ભૂમિકા છે. જેક્લીન હાલમાં બોલિવુડની સૌથી લોકપ્રિય સ્ટાર અભિનેત્રી તરીકે ઉભરી રહી છે. તેની પાસે સારી અને મોટી ફિલ્મો આવી રહી છે.

Related posts

दयालुता के बारे में सोचने पर आता है बहन का ख्याल : जूलिया

aapnugujarat

નવી સુવિધા સાથે આર.કે. સ્ટુડિયો ફરી નિર્માણ થશે

aapnugujarat

વિદ્યા બાલન ઐતિહાસિક ફિલ્મમાં ભૂમિકા નહીં કરે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1