Aapnu Gujarat
મનોરંજન

પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા તૈયાર

સ્ટાર અભિનેત્રી પરિણિતી ચોપડા પાસે બે મોટી ફિલ્મો આવી ગઇ છે. જે પૈકી પ્રથમ ફિલ્મ અર્જુન કપુરની સાથે સંદીપ ઔર પિન્કી ફરાર છે. આ ફિલ્મ ત્રીજી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત તે અક્ષય કુમારની સાથે કેસરી ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મ કરણજોહર અને અક્ષય કુમારપ મળીને બનાવવામાં આવનાર છે. શરૂઆતમાં આઇટમ નંબર કરવા માટેનો સાફ ઇન્કાર કરીને તમામ નિર્માતા નિર્દેશકોને ચોંકાવી દેનાર પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા માટે તૈયાર થઇ છે. તે પોતે આ અંગેની વાત કરી રહી છે. તે વધારે સેક્સી ફિગર મેળવી ચુકી છે. જેથી તે હવે આઇટમ નંબર કરવા ઉત્સુક બની છે. બીજી બાજુ તે સ્પર્ધામાં ટકી રહેવા માંગે છે. પ્રાપ્ત માહિતી મુજબ પરિણિતી ચોપડા પાસે હાલમાં કેટલાક નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે. પરિણિતી હવે આઇટમ સોંગ કરવા માટે પણ તૈયાર છે. તે અન્ય અભિનેત્રીની જેમ આઇટમ સોંગ કરીને વધારે લોકપ્રિયતા મેળવી લેવા માટે તૈયાર છે. પરિણિતી ચોપડા પોતાની કેરિયરને લઉને હવે ગંભીર બની છે. તે પણ પોતાની બહેન પ્રિયંકા ચોપડા સાથે કેટલાક પ્રોજેક્ટમાં કામ કરવા માટે ઇચ્છુકછે. જો કે પરિણીતીએ હોલિવુડ ફિલ્મમાં કામ કરવાને લઇને હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. તે રોહિત શેટ્ટીની ફિલ્મને લઇને આશાવાદી છે. ગોલમાલ અગેઇન ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થાય તે ચોક્કસ છે.તેની પાસે કેટલાક મોટા બજેટની ફિલ્મો તો છે.

Related posts

સેક્સી દિશા પટણી બાગી-૨ ફિલ્મમાં ટાઇગર સાથે દેખાશે

aapnugujarat

राजकुमार राव शाहरुख खान के फैन हैं

aapnugujarat

અમારા લગ્નથી અજયના પરિવારજનો ખુશ ન હતા : કાજોલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1