Aapnu Gujarat
મનોરંજન

સેક્સી દિશા પટણી બાગી-૨ ફિલ્મમાં ટાઇગર સાથે દેખાશે

બાગી-૨ ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવ્યા બાદથી બોલિવુડમાં ફિલ્મને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કોણ રહેશે તેની ચર્ચા ફિલ્મની સિક્વલની જાહેરાત કરાયા બાદ શરૂ થઇ હતી. જો કે હવે ચર્ચાનો અંત આવી ગયો છે. દિશા પટણી સિક્વલ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે રહેશે તેવી જાહેરાત હવે કરી દેવામાં આવી છે. ફિલ્મમાં શરૂઆતમાં અભિનેત્રીને લઇને અનેક નામો સપાટી પર આવ્યા હતા. સાજિદે આખરે જાહેરાત કરી દીધી છે કે દિશા પટણી મુખ્ય અભિનેત્રી તરીકે રહેશે. દિશાને મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. સાજિદ ટાઇગર સાથે જ મોટા ભાગે ફિલ્મો બનાવે છે. સાજિદે કહ્યુ છે ક દિશા ટાઇગર સાથે હિરોઇનની ભૂમિકા અદા કરનાર છે. સાજિદ પહેલાથી જ ફિલ્મમાં ફ્રેશ જોડી ચમકાવવા માટે ઇચ્છુક હતા જેથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.  લુક ટેસ્ટમાં જોયા બાદ બન્નેની કેમિસ્ટ્રી જોરદાર દેખાઇ રહી છે. પ્રોજકેટ પર હવે ટુંક સમયમાં કામ શરૂ કરાશે. એક્શન સિકવન્સ માટે ટ્રેનિંગ લેવા માટે ટાઇગર આગામી મહિનામાં હોંગકોંગ જશે. માર્શલ આર્ટસના ડિરેક્ટર હેઠળ ટ્રેનિંગ લેનાર છે, તે એક મહિના સુધી તાલીમ લેનાર છે. ચાઇનીઝ માર્શલ આર્ટસ કરતા અલગ ટ્રેનિંગ લેશે. અહેમદ ખાન ઇચ્છે છે કે સિક્વલ ફિલ્મમાં સ્ટન્ટને અલગ રાખવામાં આવે. પ્રથમ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી જેથી બીજા ભાગને વધારે મસાલા સાથે બનાવવાની તૈયારી છે. ટાઇગર પાસે પણ હાલમાં કેટલીક સારી ફિલ્મો આવી રહી છે. તે એક્શન ફિલ્મોમાં વધારે અસરકારક સાબિત થઇ રહ્યો છે. દિશા સાથે ટાઇગરના સંબંધોને લઇને પણ ભુતકાળમાં ચર્ચા રહી છે. બન્ને વચ્ચે પ્રેમ સંબંધની વાત મિડિયામાં પણ પ્રકાશિત થઇ ચુકી છે.

Related posts

ફિલ્મ ન મળતા હવે બિપાશા ટીવી શો કરવા માટે ઇચ્છુક

aapnugujarat

નરગીસ રાજકુમાર રાવની સાથે ફિલ્મને લઇને ઉત્સુક

aapnugujarat

રિયા ચક્રવર્તીને કોર્ટે વિદેશ જવાની પરવાનગી આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1