Aapnu Gujarat
મનોરંજન

નરગીસ રાજકુમાર રાવની સાથે ફિલ્મને લઇને ઉત્સુક

બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં સેક્સી છાપ ધરાવતી નરગીસ પાસે વધારે ફિલ્મો હાથમાં આવી રહી નથી. બેન્જોમાં છેલ્લી વખત જોયા મળ્યા બાદ તે હવે ફાઇવ વિડિગમાં નજરે પડનાર છે. કોમેડી અને લાઇફ ડ્રામાં ઉપર આધારિત ફિલ્મમાં રાજકુમાર રાવ જોવા મળનાર છે. ભારત અને અમેરિકાના કલાકારો આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. નરગીસ કુશળ અભિનેત્રી તરીકેની સાબિતી કેટલીક ફિલ્મોમાં ભૂમિકા અદા કરીને આપી ચુકી છે. જો કે તે હજુ આશાવાદી બનેલી છે. તે માત્ર ફિલ્મોમાં જ નહી બલ્કે જાહેરાત મારફતે પણ કમાણી કરી રહી છે. સલમાન ખાન સાથે કિક ફિલ્મમાં આઇટમ સોંગમાં જોરદાર પરફોર્મ કર્યા બાદ તેને ફિલ્મ અને જાહેરાત હવે વધારે મળી હતી. રોક સ્ટાર ફિલ્મમાં રણબીર કપુર સાથે કામ કરીને બોલિવુડમાં એન્ટ્રી કરનાર નરગીસને ફિલ્મો મળી રહી છે પરંતુ તે જાહેરાત પર વધારે ધ્યાન આપી રહી છે. સાથે સાથે ફિલ્મી કેરિયર પર ધ્યાન આપી રહી છે. આ જ કારણસર તે ઉદય ચોપડાની સાથે પણ સંબંધ તોડી ચુકી છે. અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે તે પણ મજબૂતી સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે. ચેક-પાકિસ્તાની મૂળની અભિનેત્રીએ એક બ્યુટી બ્રાન્ડ સાથે સમજૂતી કરી છે. નરગીસ પાસે પહેલાથી જ પાંચ બ્રાન્ડની જાહેરાતો છે. દીપિકા અને પ્રિયંકા ચોપડા જેટલી રકમ નરગીસ જાહેરાતોની દુનિયામાં મેળવી રહી છે. બોલિવૂડમાં અક્ષય કુમાર સાથે સાથે પણ તે કામ કરી ચુકી છે. નરગીસ માને છે કે બોલિવુડમાં તમામ કલાકારો માટે કામ છે. નરગીસ બોલિવુડમાં અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાના કારણે પરેશાન નથી. જો કે તે ભાષાની તકલીફ હજુ પણ ધરાવે છે. પ્રાપ્ત માહિતી મુજબ રિતેશ દેશમુખ સાથે તેની બેન્જો ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહ્યા બાદ તે બોલિવુડની સાથે સાથે હોલિવુડ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેની પાસે ઓફર અંગે માહિતી હજુ મળી નથી. બેન્જોંમાં તે રિતેશ દેશમુખની સાથે નજરે પડી હતી.

Related posts

વરૂણ સાથે ભૂમિકા કરીને જેક્લીન ભારે ખુશ થઇ છે

aapnugujarat

ક્યારેય પાછું વળીને નથી જોયું એટલે જ સફળ થઇ : માધુરી

aapnugujarat

અનીસ બઝમી આગામી ફિલ્મમાં વરુણને કાસ્ટ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1