Aapnu Gujarat
મનોરંજન

સલમાન ખાન સાથે એમી જેક્સન કિક-૨માં દેખાશે

બ્રિટીશ બ્યુટિક્વીન એમી જેક્સન હવે નવી ફિલ્મ કિક-૨ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તેની કેરિયરમાં હવે જોરદાર તેજી આવી રહી છે. તે બોલિવુડના સૌથી મોટા અને હાલના સૌથી લોકપ્રિય સ્ટાર સલમાન ખાન સાથે કામ કરનાર છે. સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ કિકની સિક્વલ ફિલ્મ બનાવવાની તૈયારી કરી લેવામાં આવી છે. આના પર કામગીરી પણ શરૂ કરવામાં આવી ચુકી છે. હવે કિકની સિક્વલ ફિલ્મમાં જેક્લીનની જગ્યાએ ખુબસુરત સ્ટાર એમી જેક્સનને લેવોનો નિર્ણય કરવામાં આવ્યો છે. એમી જેક્સનના નામની પસંદગી કરવામાં આવી ચુકી છે. એમી જેક્સન હવે બે મોટી ફિલ્મોમાં કામ કરી રહી છે. પ્રથમ ફિલ્મ રજનિકાંત સાથેની ટુ છે. જેમાં અક્ષય કુમાર પણ વિલન તરીકેની ભૂમિકા અદા કરી રહ્યો છે. બીજી બાજુ તેને લઇને સલમાન ખાનની સાથે કિક-૨ ફિલ્મ મળી છે. બોલિવુડમાં અનેક મોટી અને સ્ટાર અભિનેત્રીઓ હોવા છતાં આ ફિલ્મમાં એમીની પસંદગી કરવામાં આવી છે. સાજિદ નડિયાદવાલાએ આ અંગેની જાહેરાત હાલમાં સોશિયલ મિડિયા પર કરી હતી. એવા હેવાલ પણ આવી રહ્યા હતા કે જેકલીન જ મુખ્ય રોલ કરનાર છે. હવે એવા હેવાલને લઇને પ્રશ્નો થયા છે. કારણ કે છેલ્લી માહિતી મુજબ એમી જેક્સન મુખ્ય રોલ મેળવી ગઇ છે. ટુ ફિલ્મની અભિનેત્રી અગાઉ સોહિલ ખાન અને અરબાજ ખાન સાથે કામ કરી ચુકી છે. ફ્રીકમાં તે સલમાન ખાનના ભાઇ સોહિલ ખાન અને અરબાજ ખાન સાથે ફિલ્મમાં નજરે પડી હતી. સલમાન ખાનના ભાઇ તેનાથી ભારે પ્રભાવિત છે.

Related posts

ड्रग्स मामले में कन्नड़ अभिनेत्री रागिनी की पुलिस हिरासत 3 दिनों तक बढ़ी

editor

વિક્રમ વેધામાં રિતીકની એન્ટ્રી

editor

હું ભવિષ્યમાં ડાયરેક્શન કરીશ : ઐશ્વર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1