Aapnu Gujarat
ગુજરાત

ઉનાળામાં પાણી સાથે સાથે ગુજરાતમાં વીજ કટોકટીના સ્પષ્ટ સંકેતો

ઉનાળાના દિવસોમાં પાણીની સાથે સાથે ગુજરાતમાં હવે વીજ કટોકટી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. આવી સ્થિતીમાં ગુજરાત સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ગુજરાત સરકારે પહેલાથી જ કબુલાત કરી છે કે ઉનાળાના દિવસોમાં પાણીની કટોકટી સર્જાઇ શકે છે. હવે વીજળી કટોકટીના એંધાણ પણ દેખાઇ રહ્યા છે. ગુજરાત સરકાર છેલ્લા કેટલાક સમયથી જુદી જુદી માંગને લઇને પરેશાન છે. વિવિધ સંવેદનશીલ મુદ્દાનો સામનો પહેલાથી જ કરી રહી છે. વીઝળીની કટોકટી ઉભી થવાની સ્થિતીમાં ગુજરાત સરકારને માંગને પહોંચી વળવા માટે ઓપન માર્કેટમાંથ વીજળી ખરીદવાની ફરજ પડી શકે છે. તમામ ઘટનાક્રમ પર નજર રાખનાર સુત્રોએ કહ્યુ છે કે વીજળીની માંગ વધવાની શરૂઆત પહેલાથી જ થઇ ચુકી છે. આ માંગણી હજુ ઝડપથી વધી શકે છે. ગરમીમાં વીજળીની માંગ હમેંશા વધારે રહે છે. એક અગ્રણી અંગ્રેજી અખબારે માહિતી આપતા કહ્યુ છે કે ગુજરાતમાં હવે ઠંડીની સિઝન પૂર્ણ થઇ ચુકી છે. ૩૦૦૦ મેગાવોટની ક્ષમતા સાથે કોલસા આધારિત પાવર પ્લાન્ટ અને ૫૦૦૦ મેગાવોટ ક્ષમતા સાથેના ગેસ આધારિત પ્લાન્ટ બંધ થવાના કારણે કેટલીક તકલીફ રહેલી છે.હાલમાં ઓપન ગ્રીડમાંથી ૪૦૦ મેગાવોટની ખરીદી કરવામાં આવી રહી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે હાલમાં માંગ ૧૧૮૦૦ મેગાવોટ છે. ગયા વર્ષે પીક માંગ ૧૫૫૭૦ મેગાવોટ હતી. ગયા વર્ષની તુલનામાં વીજળીની માંગમાં સાતથી ૧૦ ટકા સુધીનો વધારો થઇ શકે છે. બંધમાં પાણીની ઓછી સપાટીના કારણે આ સિઝનમાં જમીની પાણીની તંગી પણ રહેનાર છે. ભૂગર્ભ જળને લઇને પણ ચિંતા પ્રવર્તી રહી છે. અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે ગુજરાત સરકારે ૧૨૦૦ કરોડ રૂપિયાની વીજળીની ખરીદી કરી હતી. આ વખતે આંકડો ૧૫૦૦ કરોડની આસપાસ પહોંચી શકે છે.

Related posts

ભાવનગરમાં ભારતીય કિસાન સંઘે જીતુ વાઘાણીના ઘર બહાર ધરણા યોજ્યા

aapnugujarat

પાવીજેતપુર : સુખી કોલોની પાસે યુવકનું અકસ્માતમાં મોત

editor

ઢોર રાખવામાટે હવે લાઈસન્સ અને પરમીટ લેવી પડશે : એએમસી દ્વારા નવી પૉલિસી તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1