Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકામાં ટેમિફ્લૂનો ભય, અઠવાડિયામાં ૪૦૦૦થી ઉપર પહોંચ્યોં મૃત્યુઆંક

સીડીસી (સેન્ટર ફોર ડિઝાસ્ટર કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન) આંકડાઓ અનુસાર, કુલ ૪,૦૬૪ અમેરિકન્સ નવા વર્ષના ત્રીજાં અઠવાડિયે ફ્લૂના કારણે મૃત્યુ પામ્યા છે. જ્યારે ફેબ્રુઆરી મહિનાના પહેલાં અઠવાડિયામાં બીમારીનો આંકડો ૧ બિમારની સામે ૧૦નાં મોતનો છે. આ ફ્લૂના કારણે ફાર્મસીઓમાં પણ દવાઓના વેચાણની અછત સર્જાઇ છે. કેટલાંક સ્ટેટ્‌સમાં પ્રિસ્ક્રિપ્શનમાં નોંધનીય વધારો થયો છે.
એરિઝોના, ઇન્ડિયાના, કેન્ટુકી અને આર્કાન્સાસમાં ગયા વર્ષની સરખામણીએ દવાના પ્રિસ્ક્રિપ્શનમાં ૨૦ ટકાનો વધારો થયો છે. જ્યારે સાઉથ અને મિડવેસ્ટમાં હાઇ વોલ્યુમ પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવે છે.ટેમિફ્લૂના પ્રિસ્ક્રિપ્શનનો રેશિયો વાર્ષિક ૬ ગણો વધારે છે. સતત વધી રહેલા પ્રિસ્ક્રિપ્શનના કારણે અમેરિકામાં મેડિકેશન અછત સર્જાઇ છે.સીડીસી એક્ટિંગ ડિરેક્ટર એન્ન સ્નુચેટે આગામી થોડાં અઠાડિયામાં આ મૃત્યુઆંકમાં સતત વધારો થવાની આશંકા વ્યક્ત કરી છે.એન્નના જણાવ્યા અનુસાર, બદનસીબે મૃત્યુઆંક વધવાની શક્યતાઓને નકારી શકાય નહીં. આગામી સમયમાં અમેરિકામાં વધુમાં વધુ લોકો ન્યૂમોનિયા અથવા ઇન્ફ્યૂએન્ઝા રિલેટેડ બીમારીઓના કારણે મૃત્યુ પામશે.

Related posts

अमेरिका से मध्यस्तता के प्रयास रोके दक्षिण कोरिया : उ. कोरिया

aapnugujarat

अफगानिस्तान का भरोसेमंद सहयोगी हैं भारतः यूएस

aapnugujarat

એચ-૧બી વિઝામાં અમેરિકામાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત વિદેશીઓને પ્રાથમિકતા અપાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1