Aapnu Gujarat
બિઝનેસ

BOCને જંગી નાણાં ચુકવવા માટેનો વિજય માલ્યાને આદેશ

ભારે વિવાદોમાં રહેલા કારોબારી વિજય માલ્યા વધુ એક કાયદાકીય લડત હારી ગયા છે. તેમની હાલમાં નિષ્ક્રિય રહેલી કિંગફિશર એરલાઈન્સ સાથે સંબંધિત કાયદાકીય લડાઈ વિજય માલ્યા હારી જતાં આને લઇને આજે કોર્પોરેટ જગતમાં ચર્ચા રહી હતી. બ્રિટનની હાઇકોર્ટે ચુકાદો આપ્યા બાદ હવે નિષ્ક્રિય રહેલી કિંગફિશર એરલાઈન્સને ક્લેઇમમાં ૯૦ મિલિયન ડોલર જેટલી રકમ સિંગાપોર સ્થિત બીઓસીને ચુકવવાની રહેશે. ૯૦૦૦ કરોડ રૂપિયાની જંગી રકમના લોન ડિફોલ્ટના મામલામાં ફસાયેલા અને હાલમાં બ્રિટનમાં રહેતા વિજય માલ્યા પ્રત્યાર્પણ કેસનો સામનો કરી રહ્યા છે. ૬૨ વર્ષીય કારોબારી વિજય માલ્યાને ૧૬મી માર્ચ સુધી લંડનના વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં જંગી રકમ જમા કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. ૨૦૧૪ના ગાળામાં કિંગફિશર એરલાઈન્સ દ્વારા વિમાન ભાડેપટ્ટે લેવા સાથે સંબંધિત આ મામલો છે. પાંચમી ફેબ્રુઆરીના દિવસે આપવામાં આવેલા પોતાના ચુકાદામાં લંડનમાં હાઈકોર્ટે ઠેરવ્યુું હતું કે, પોતાના દાવાને પુરવાર કરવા માટે માલ્યા સક્ષમ રહ્યા નથી. આવી સ્થિતિમાં વિજય માલ્યાને ફટકો પડ્યો છે. ક્લેઇમમાં બચાવપક્ષે સિંગાપોરમાં બીઓસી એવિએશન અને બીઓસી એવિએશન લિમિટેડ નામે કેટલીક રજૂઆત કરી હતી. દરમિયાન સિંગાપોરમાં બીઓસી એવિએશન માટેના પ્રવક્તાએ કહ્યું છે કે, ચુકાદાથી અમે ખુશ છીએ પરંતુ હાલ વધુ ટિપ્પણી કરવા માંગતા નથી. આ કાયદાકીય મામલો કિંગફિશર એરલાઈન્સ અને વિમાન ભાડેપટ્ટે આપતી કંપની બીઓસી એવિએશન વચ્ચે ભાડાપટ્ટા સમજૂતિ સાથે સંબંધિત છે જેમાં ચાર વિમાનો આવરી લેવામાં આવ્યા હતા જે પૈકી ત્રણ આપવામાં આવ્યા હતા. ભાડાપટ્ટા સમજૂતિ હેઠળ એડવાન્સમાં બાકી રકમ નહીં ચુકવવાના કારણે ચોથું વિમાન અપાયું ન હતું.

Related posts

એમેઝોનનાં જેફ બેજોસ ૧૧૨ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વમાં સૌથી અમીર : ડોનાલ્ડ ટ્રમ્પ ૭૬૬માં ક્રમાંકે

aapnugujarat

રાજકોષીય ખાદ્ય વધીને જીડીપીના ૩.૪ ટકા પહોંચી શકે છે : મૂડીઝ

aapnugujarat

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાં ૧.૫ લાખ કરોડ ઠલવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1