Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

તાઇવાન ૬.૪ની તીવ્રતાના ઘરતીકંપથી હચમચી ઉઠ્યું

પૂર્વ એશિયામાં સ્થિત દેશ તાઇવાનમાં મોડી રાત્રે પ્રચંડ ભૂકંપનો આંચકો આવતા ભારે નુકસાન થયુ છે. ધરતીકંપમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને ૩૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. મોતનો આંકડો વધી શકે છે. મોટી સંખ્યામાં લોકો લાપતા પણ બનેલા છે. ૬.૪ની તીવ્રતાના આંચકાના કારણે સમગ્ર દેશ હચમચી ઉઠયુ હતુ. રિક્ટર સ્કેલ પર વધારે તીવ્રતા હોવાના કારણે કેટલાક વિસ્તારમાં નુકસાન થયુ હોવાના હેવાલ મળ્યા છે. તાઇવાનમાં ઇમરજન્સી સર્વિસના વિભાગેે માહિતી આપતા કહ્યુ છે કે દેશમાં ધરતીકંપના આંચકાના કારણે અનેક ઇમારતો એક બાજુ ઝુંકી ગઇ છે. ધરતીકંપના કારણે સૌથી વધારે નુકસાન હુઆલિન શહેરમાં થયુ છે. એમ માનવામાં આવે છે કે એક મોટી ઇમારત ધરાશાયી થવાથી ઓછામાં ઓછા ૬૦ લોકો ફસાઇ ગયા છે. તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક અહેવાલ મુજબ બે લોકોના મોત થયા છે. સાથે સાથે સેંકડો લોકો ઘાયલ થયા છે. અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે આનુ કેન્દ્ર તાઇવાનનુ હુઆલિન હતુ. જેના કારણે કેટલીક ઇમારત ધરાશાયી થઇ ગઇ હતી. માર્શલ હોટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર કેટલાક લોકો ફસાઇ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. એક મોટી ઇમારત એક બાજુ ઝુંકી ગઇ હતી. જ્યારે એક પુલ હવે ઉપયોગ લાયક નથી. માત્ર ત્રણ દિવસના ગાળામાં તાઇવાનમાં બીજી વખત ભૂકંપનો આંચકો આવ્યો છે. થોડાક દિવસ પહેલા તાઇવાનના પાટનગર તાઇપેમાં આંચકો આવ્યો હતો. તાઇપે નાણાંકીય બાબતોનુ કેન્દ્ર પણ છે. આ વિસ્તાર દેશના ઉત્તરીય ભાગમાં સ્થિત છે. જે ઇમારતોમાં નુકસાન થયુ છે તે ઇમારતોમાંથી મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. ઇમારતોમાં ભારે નુકસાન થવાના કારણે મોટી સંખ્યામાં લોકોએ સમગ્ર રાત્રી પાર્ક, સ્કુલ અને બીજી જગ્યાએ ગાળી હતી. સાથે સાથે સ્થિતી પર કાબુ મેળવી લેવા માટે બેઠક પણ યોજવામાં આવી હતી. મોડી રાત્રે આવેલા ધરતીકંપના બે વર્ષ પહેલા છઠ્ઠી ફેબ્રુઆરીના દિવસે જ આવેલા ધરતીકંપના કારણે ભારે નુકસાન થયુ હતુ. એ વખતે ૧૧૭ લોકોના મોત થયા હતા અને તેનુ કેન્દ્ર ાઇવાનના દક્ષિણી શહેર તાઇનાન હતુ. એ વખતે ત્યાં ગોલ્ડન ડ્રેગન એપોર્ટમેન્ટ ધરાશાયી થતા ભારે નુકસાન થયું હતું.

Related posts

भारतीय सेना और सरकार पर निरंतर हमले करते रहें : अलकायदा प्रमुख जवाहिरी

aapnugujarat

અમેરિકી સ્કુલમાં ફરી મોતનો તાંડવ : ૧૭નાં કરૂણ મોત થયા

aapnugujarat

મસુદ અઝહર સામે ફ્રાન્સની મોટી કાર્યવાહી : તમામ સંપત્તિ જપ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1