Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બે પુખ્તના લગ્નમાં ત્રીજાની દરમિયાનગીરી અસ્વીકાર્ય : સુપ્રીમ કોર્ટ

ખોટા દેખાવા અને ખોટી શાનના નામ ઉપર થનારી હત્યાઓ એટલે કે ઓનર કિલિંગ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી હતી. અરજી ઉપર સુનાવણી કરતી વેળા ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ ટિપ્પણી કરી હતી કે, જ્યારે બે પુખ્તવયની વ્યક્તિ લગ્ન કરી રહ્યા છે ત્યારે ત્રીજી વ્યક્તિને બોલવાનો કોઇ અધિકાર નથી. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, પ્રેમ લગ્ન કરનાર દંપત્તિને પુરતી સુરક્ષા વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવી જોઇએ. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, કોઇ માતા-પિતા હોય કે સમાજ હોય કે પછી અન્ય કોઇપણ હોય આવા મામલામાં દરમિયાનગીરી કરી શકે નહીં. કોઇપણ વ્યક્તિગત અથવા તો સામૂહિકરીતે લગ્નમાં દરમિયાનગીરી કરવાનો અધિકાર ધરાવતા નથી. બિનલાભકારી સંગઠન શક્તિવાહિની દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ખાપ પંચાયત જેવી કોર્ટ પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી હતી. શક્તિવાહિનીએ પોતાની અરજીમાં કહ્યું હતુંકે, વિતેલા વર્ષોમાં પરંપરાઓના નામ ઉપર ઘણા બનાવ બનતા હતા. એવી પરંપરાઓના જતનના નામ ઉપર પ્રેમીપંખીડાઓની હત્યા કરી શકાય નહીં. ખાપ પંચાયતો તરફથી કોર્ટમાં રજૂ થયેલા વકીલે કહ્યું હતું કે, અમે આ પ્રકારની હત્યાઓની વિરુદ્ધમાં છીએ. કોર્ટે કહ્યું હતું કે, અમને ખાપ પંચાયતોના અધિકારની ચિંતા નથી. અમને માત્ર લગ્ન કરનાર પ્રેમીપંખીડાઓની ચિંતા છે. લગ્ન ખરાબ હોય કે સારા હોય. અમને તેમનાથી બહાર રહેવું જોઇએ નહીં. ટીવી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સુનાવણી દરમિયાન એક મહિલા વકીલે દિલ્હીમાં અંકિત સક્સેનાની પ્રેમ પ્રકરણને લઇને કરાયેલી હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Related posts

હવે ઇન્ફ્રાસ્ટકચર વધુ મજબુત કરવા પગલા લેવાશે

aapnugujarat

बजट को लेकर 11-23 जून तक अर्थशास्त्रियों और उद्योग मंडलों से मिलेंगी वित्तमंत्री सीतारमण

aapnugujarat

बजट 2021-22 के लिए वित्त मंत्रालय ने मांगे सुझाव

editor

Leave a Comment

UA-96247877-1