Aapnu Gujarat
મનોરંજન

સલમાન -જેક્લીન રેસ-૩ના શુટિંગને લઇ વ્યસ્ત : રિપોર્ટ

રેમો ડિસોઝા દ્વારા નિર્દેશિથ અને ટિપ્સ ફિલ્મ એન્ડ સલમાન ખાન ફિલ્મસ હેઠળ તૈયાર થઇ રહેલી ફિલ્મ રેસ-૩ ફિલ્મનુ નિર્માણ કામ હવે પૂર્ણ થવા આવ્યુ છે. કારણ કે સલમાન અને જેક્લીને પોતાના હિસ્સાનુ શુટિંગ મોટા ભાગે પૂર્ણ કરી લીધુ છે. આ બન્ને આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે છે. જો કે આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં અનિલ કપુર ઇન્સ્પેક્ટર રોબર્ટ આરડી તરીકે નજરે પડનાર છે. જ્યારે બોબી દેઓલ પણ ચાવીરૂપ ભૂમિકામાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં ડેઝી શાહ અને પુજા હેગડે પણ કામ કરી રહ્યા છે. સાકીબ સલીમ પણ નાના અને સારા રોલમાં હોવાની માહિતી સપાટી પર આવી છે . રેસ સિરિઝની ફિલ્મમાં સલમાન ખાન પ્રથમ વખત કામ કરી રહ્યો છે. પહેલાની રેસ શ્રેણીની ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે સેફ અલી ખાન હતો. અનિલ કપુર પહેલા પણ નજરે પડ્યો હતો. આ સિરિઝમાં જેક્લીન પણ પહેલા હતી. ફિલ્મમાં દિલધડક એક્શન સીન રાખવામાં આવી રહ્યા છે. સાથે સાથે ડોરદાર ડાન્સ સિક્વન્સ રાખવામાં આવનાર છે. બે ફિલ્મ આ સિરિઝની અગાઉ બની ચુકી છે. જે સુપરહિટ રહી હતી. શરૂઆતમાં માનવામાં આવી રહ્યુ હતુ કે સેફને જ રિપિટ કરવામાં આવનાર છે. જો કે છેલ્લી ઘડીએ સલમાનને લેવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં સલમાન બોલિવુડમાં સૌથી મોટા સ્ટાર તરીકે ઉભર્યો છે. તેની તમામ ફિલ્મો રેકોર્ડ કમાણી કરી રહી છે. તેની છેલ્લી ટાઇગર જિન્દા હે ફિલ્મ રેકોર્ડ કમાણી કરી ગઇ હતી. આ ફિલ્મ ઓલટાઇમ સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ તરીકે સાબિત હતી. શાહરૂખને નેગેટિવ રોલની ઓફર કરવામાં આવી હતી પરંતુ શાહરૂખે ઇન્કાર કર્યો હતો.

Related posts

मेरे लिए फैशन का मतलब ट्रेंड और मेरी स्टाइल का मिश्रण है : दीपिका

editor

અમેરિકન મૉડલે પોતાની વર્જિનિટી ૧૯ કરોડ રૂપિયામાં વેચી

aapnugujarat

કિડનીને લઇને હવે તકલીફ નથી : સેલેના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1