Aapnu Gujarat
મનોરંજન

અમેરિકન મૉડલે પોતાની વર્જિનિટી ૧૯ કરોડ રૂપિયામાં વેચી

પશ્ચિમના દેશોમાં છાશવારે યુવતીઓ રૂપિયાના બદલામાં પોતાનું કૌમાર્ય વેચવા કાઢતી જોવા મળે છે. એમાં વધુ એક ઉમેરો થયો છે. અમેરિકાની ગિસેલ નામની ૧૯ વર્ષની યુવતીએ પોતાની વર્જિનિટી જર્મનીની સિન્ડ્રેલા એસ્કોટ્‌ર્સ વેબસાઇટ દ્વારા વેચી હોવાનો દાવો કર્યો છે. એવું કહેવાય છે કે ગિસેલની વર્જિનિટી માટે અબુધાબીના એક બિઝનેસમૅને ૩ મિલ્યન ડૉલર એટલે કે ૧૯.૫ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ ઑક્શનમાં લૉસ ઍન્જલસના એક હૉલીવુડ ઍક્ટરે અને રશિયન રાજકારણીએ પણ બોલી લગાવી હતી. વર્જિનિટી વેચવાના મુદ્દા પર ગિસેલ મૅડમનું કહેવું છે કે ‘વર્જિનિટી વેચવાના ટ્રેન્ડથી વ્યક્તિ પોતાને આઝાદ કરી કરી શકે છે અને તમને સોશ્યલ અને ઇકૉનૉમિક હકો મળે છે. જે લોકો વર્જિનિટી વેચવાના વિરોધી છે એનાથી મને નવાઈ લાગે છે. જો હું પહેલી વાર કોઈ એવી વ્યક્તિ સાથે જવા માગું છું જે મારો પહેલો પ્રેમ નથી તો એ મારો અંગત નિર્ણય છે.’હવે જ્યારે આટલી મોટી બોલી લાગી છે ત્યારે ગિસેલ બહુ ખુશખુશાલ છે. તેનું કહેવું છે કે મને અંદાજ નહોતો કે ઑક્શનમાં આટલી કમાણી થશે.

Related posts

एक बार फिर से जासूस के रोल में दिखेंगे सलमान खान

aapnugujarat

અથિયા શેટ્ટીને ફિલ્મો મળી રહી નથી

aapnugujarat

સસ્તામાં ડેટાથી પોર્ન જોનાર લોકોની સંખ્યા વધી રહી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1