Aapnu Gujarat
ગુજરાત

રાજપીપળામાં સાંસદ મનસુખ વસાવાને ઉડાવી દેવાની ધમકી

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેક એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર કરે છે. જ્યારે બીજી બાજુ ભાજ અને કોંગ્રેસમાં બળવો દેખાતો જોવા મળે છે ત્યારે ભાજપની ટિકિટની જાહેરાત થતાં જ નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક માટે શબ્દ શરણ તડવીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કાર્યકર્તા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.આ વિરોધ કાર્યક્રમ રાજપીપળાના ગાંધી ચોકમાં યોજાયો હતો. તે દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા ત્યાંથી નિકળ્યા હતાં અને વાતાવરણને ઠંડુ કરવા મનસુખ વસાવા ત્યાં ગયા હતાં ત્યારે રિંગણી ગામના એક ફોજીએ તેમેન રિવોલ્વરથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જેના કારણે હાજર લોકો ચોંકી ગયા હતાં.મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે શબ્દ તડવીની જાહેરાત થતાં કાર્યકરોમાં વિરોધ કરતાં હતાં તે દરમિયાન હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો એટલે ભાજપના કાર્યકરો અને અન્ય લોકો પણ હાજર હતાં અને તેમણે હાથ કર્યો. જોકે જ્યાં એક વ્યક્તિએ રૂમાલમાં વિટેલી પિસ્તોલ જેવું સાધન આપી ઉડાવી દે એને એમ કહેતા હું સમજાવી ત્યાંથી નીકળી ગયો હતો. જોકે આ બાબતે મેં લેખિત ફરિયાદ કરી છે.આ બાબતે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગાડીયાએ જણાવ્યું હતું કે સાંસદને રિવોલ્વરથી ઉદાડી દેવાની ફરિયાદ મને મળી છે. જ્યાં સીસીટીવી ફૂટેજ ચેક કરી તાપસ ચાલુ કરી છે અને તાપસ કરતા રીંગણી ગામે કોઈ હથિયાર નથી એ વાત સામે આવી છે.

Related posts

૭૦૦ કરોડનું ડ્રગ્સ પકડાવાના કેસમાં આતંકી કનેક્શન હોવાની શક્યતા

aapnugujarat

ધોળકામાં ભવ્ય ડાયરાનું આયોજન કરાયું

aapnugujarat

शंकरसिंह वाघेला एक सप्ताह के वेकेशन पर रवाना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1