Aapnu Gujarat
ગુજરાત

૭૦૦ કરોડનું ડ્રગ્સ પકડાવાના કેસમાં આતંકી કનેક્શન હોવાની શક્યતા

વડોદરાના સિંધરોટ ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાવવા મામલે છ્‌જીએ તપાસ તેજ કરી છે. સયાજીગંજમાં ડ્રગ્સની ફેક્ટરી જ્યાં ધમધમતી હતી. ત્યાં આરોપીઓ રાજુ રાજપૂત, યોગેશ તડવી અને અનિલ પરમારને સાથે રાખીને એટીએસ અધિકારીઓએ તપાસ કરી. આરોપીઓએ ડ્રગ્સનો જથ્થો ટ્રાવેલ્સ મારફતે મુંબઈ મોકલ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેના નાણાં આંગડિયા પેઢી મારફતે મોકલાયા હોવાનો ખુલાસો થયો હતો. ૭૦૦ કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં આતંકવાદીઓ સાથે કનેક્શન હોવાની પણ શક્યતા છે. સિંધરોટના કરોડોના ડ્રગ્સ કાંડમાં વધુ કોઈ આરોપીઓની ભૂમિકા છે. આરોપીઓને અન્ય કોઈએમ મદદગારી કરી છે કે કેમ તે અંગે એજન્સીઓ વિગતવાર તપાસ ચલાવી રહી છે.
બે મહિના પહેલા વડોદરા શહેરના છેવાડે આવેલા સિંધરોટ ગામના એક જાણીતા ફાર્મ હાઉસની પાછળ ખેતરમાં આવેલા ગોડાઉનમાં એટીએસની ટીમે રાતના સમયે દરોડા પાડ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. એટીએસના દરોડામાં મોટાપાયે ડ્રગ્સ ઝડપાયું હોવાનું પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યું હતુ. સિંધરોટ પાસે મહિસાગર કાંઠે લીલેરીયા ફાર્મ હાઉસની પાસેના ખેતરમાં શેડ બનાવીને એમડી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા ચાલુ હોવાની બાતમી હતી. જેના આધારે એટીએસની ટીમે વડોદરા જિલ્લા પોલીસ ટીમની મદદ સાથે રાતના ૮-૩૦ વાગે રેડ કરી હતી.
રેઇડ દરમિયાન ૭૦૦ કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો અને ચાર પાંચ જણાંની અટકાયત કરવામાં આવી હતી. જે પછી કેટલા સમયથી આરોપીઓ આ ગોરખધંધો ચલાવતાં હતા તે દિશામાં તપાસ હાથ ધરાઈ હતી.

Related posts

હાર્દિક પટેલના વડોદરામાં પ્રવેશ પર પ્રતિબંધની માંગ સાથે કરાયો વિરોધ

editor

સસ્તા અનાજની દુકાન પર સર્વર ડાઉન,લોકોમાં હાલાકી

editor

वीएचपी और बीजेपी के बीच चल रही टेंशन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1