Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજન્સીએ મૂડીઝે કેન્દ્રીય બજેટના કર્યા વખાણ

કેન્દ્રીય બજેટને લઈને રાજકીય સ્તર પર ભલે વિપક્ષ દ્વારા કંઈપણ કહેવાતું હોય. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજન્સી મૂડીઝે કેન્દ્રીય બજેટની પ્રશંસા કરી છે. મૂડીઝે બજેટને દેશની મહેસૂલી સ્થિતિને દુરસ્ત કરવાની દિશામાં યોગ્ય પગલું પણ ગણાવ્યું છે.કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ બજેટ રજૂ કરતા કહ્યુ હતુ કે ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં મહેસૂલી ખાદ્ય કુલ જીડીપીના ૩.૩ ટકા રહેવાનું અનુમાન છે. આ લક્ષ્ય આજના ૩.૨ ટકાથી થોડુંક વધારે છે.
મૂડીજ ઈન્વેસ્ટર્સ સર્વિસના ઉપાધ્યક્ષ જૉય રાનકોથગે કહ્યુ છે કે બજેટમાં મોટાભાગની ઘોષણાઓ પ્રોડક્ટિવ ઈન્વેસ્ટમેન્ટ્‌સ જેવી લાગી રહી છે.તેમણે કહ્યુ છે કે તમારે આમા મધ્યમ અન લાંબા સમયની યોજનામાં બાદમાં ફાયદો જોવા મળશે. જો કે આની નિર્ભરતા એના પર છે કે તેને કેવી રીતે લાગુ કરવામાં આવે છે અને કેટલું ફંડ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે ૨૦૦૪માં ભારતના રેટિંગમાં સુધારો કરાયા બાદ ૧૪ વર્ષ બાદ નવેમ્બર-૨૦૧૭માં ભારતના રેટિંગમાં સુધારો કર્યો હતો. રેટિંગ સુધારા માટે એક વર્ષમાં કેન્દ્ર સરકારના પગલાઓને કારણભૂત ગણાવવામાં આવ્યા હતા. આગામી સમયમાં આ પગલા શ્રેષ્ઠ સાબિત થવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ હતી. મૂડીઝે ભારતના રેટિંગને બીએએ-૩થી સુધારીને બીએએ-૨ કર્યો હતો. તેના કારણે ભારતનું રેટિંગ સ્ટેબલથી પોઝિટિવ થયું હતું.

Related posts

पिछले साल के मुकाबले आधा लाभांस देगा रिजर्व बैंक

aapnugujarat

बैंकों के समक्ष एनपीए का जोखिम बढ़ा : मूडीज

aapnugujarat

દલિત અને મહિલાઓ ઉપર અત્યાચાર મુદ્દે મોદી મૌન છે : રાહુલ ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1