Aapnu Gujarat
રાષ્ટ્રીય

બજેટમાં મકાન ભાડા ભથ્થાની કેટેગરી અન્ય શહેરો સુધી જશે

નાણામંત્રી અરુણ જેટલી આવતીકાલે સામાન્ય બજેટ રજૂ કરનાર છે. બજેટમાં ટેક્સ સ્લેબ અને દરમાં કેટલીક રાહત મળી શકે છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનની વાપસી થઇ શકે છે. હાલમાં જ કરવામાં આવેલા સર્વેમાં મોટાભાગના લોકોએ એવો અભિપ્રાય આપ્યો છે કે, સરકારને તમામ જૂના ડિડક્શનની જોગવાઈને ખતમ કરી દેવી જોઇએ. તેના સ્થાને સ્ટાન્ડર્ડ ડિડક્શનની વ્યવસ્થાને ફરી એકવાર લાગૂ કરવામાં આવી શકે છે. નાણાંકીય વર્ષ ૨૦૦૬-૦૭માં તત્કાલિન નાણામંત્રી પી ચિદમ્બરમે આ વ્યવસ્થાને પાછી ખેંચી લીધી હતી. ચેમ્બર્સ ઓફ કોમર્સે ભલામણ કરી છે કે, એક લાખ સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શન લાવવાની જરૂર છે. ટેક્સ પિયર્સને આશા છે કે, આ બેજટમાં મોદી સરકાર છુટછાટની મર્યાદાને ૨.૫ લાખ રૂપિયાથી વધારીને ત્રણ લાખ કરી શકે છે. આનાથી સામાન્ય લોકોના હાથમાં ખરીદદારી માટે વધારે પૈસા આવશે. ૧૯૯૯ના ૧૫૦૦૦ રૂપિયાના મેડિકલ રિમ્બર્સમેન્ટની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે, મોંઘી સારવારને ધ્યાનમાં લઇને આ વખતે છુટછાટને સરકાર ૫૦૦૦૦ રૂપિયા સુધી કરી શકે છે. ઇન્કમટેક્સ એક્ટની કલમ ૮૦સીને લઇને પણ ચર્ચા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૪-૧૫માં ૮૦સી હેઠળ સરકારે ડિડક્શન લિમિટને એક લાખ રૂપિયાથી વધારીને ૧.૫ લાખ રૂપિયા કરી દીધી હતી. કરદાતાઓને આશા છે કે, પીપીએફ, ટેક્સ સેવિંગ્સ એફડી અને અન્ય જોગવાઈ હેઠળ છુટછાટ હાંસલ કરવા માટે આ મર્યાદાને બે લાખ રૂપિયા સુધી કરવામાં આવી શકે છે. નાણામંત્રાલય આગામી બજેટમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સની અલગ કરવાની શક્યતા ચકાસી રહી છે. આ ઘટનાક્રમ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે, વર્તમાન સમયમાં જો કોઇ કંપની પોતાના શેર ધારકોને લાભ આપે છે તો તેને ૨૦.૩૬ ટકાના ડીડીટી ચુકવવાની ફરજ પડે છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ માટે એચઆરએ હેઠળ વધારે રકમ પર ટેક્સ છુટછાટ મળે છે. અલબત્ત આ ચાર શહેરો ઉપરાંત બેંગ્લોર, પુણે, હૈદરાબાદ અને ચંદીગઢ જેવા શહેરોમાં પણ રેન્ટ ફુડ વધારે છે. આવી સ્થિતિમાં કરદાતાઓને આશા છે કે, આ કેટેગરીમાં અન્ય શહેરોને પણ સામેલ કરવામાં આવી શકે છે. નોટિસ પિરિયડને લઇને બજેટમાં રાહત આપવામાં આવી શકે છે. નોટિસ વગર નોકરી બદલવા પર કર્મચારીને આ ગાળા દરમિયાનની રકમ કંપનીને ચુકવવી પડે છે. કરદાતાઓનું માનવું છે કે, આ બાબત કર્મચારી પર બેવડા ફટકા સમાન છે. કારણ કે એકબાજુ તેને પગાર ઉપર ટેક્સ ચુકવવાની જરૂર પડે છે. જે તેને મળતી નથી. બીજી બાજુ કંપનીને વધારે રકમ ચુકવવી પડે છે. વર્તમાન ટેક્સ નિયમો મુજબ ચાર વર્ષના ગાળા દરમિયાન બે યાત્રા પર છુટછાટ મળે છે. આ છુટછાટ ભારતમાં યાત્રા ઉપર મળે છે. આ નિયમમાં સુધારા કરવાની માંગ ઉઠી ચુકી છે. આને પ્રતિવર્ષ એક યાત્રા વધારવા જરૂરિયાત દેખાઈ રહી છે.

Related posts

चुनावों में न हो नुकसान, दलित सांसदों को मनाएंगे पीएम मोदी

aapnugujarat

પૂણેમાં બોગસ ડૉક્ટર ઝડપાયો

editor

बजट समग्र विकास और हर वर्ग के कल्याण के लिए है : अमित शाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1