Aapnu Gujarat
ગુજરાત

વડોદરા શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન પ્રતિબંધાત્મક આદેશો

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી-૨૦૧૮નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર વડોદરાના કાર્યક્ષેત્રના દશરથ, ફાજલપુર, કરચીયા, સાંકરદા, કોયલી, પદમલા, રણોલી, ઉંડેરા, ચાપડ, ચિખોદ્વા ગામોમાં ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન તા.૦૪/૦૨/૨૦૧૮ તેમજ મતગણતરી તા.૦૬/૦૨/૨૦૧૮ના રોજ થનાર છે.

શહેર પોલીસ કમિશનરે ગ્રામ પંચાયત ચૂંટણી વિસ્તારમાં મતદાનના દિવસે સવારના ૬.૦૦ થી મતદાન પુરૂ ન થાય ત્યાં સુધી કાયદાની લાગુ પડતી જોગવાઇઓ અન્વયે દરેક મતદારે મતદાન મથકના પ્રવેશદ્વાર પાસે હારમાં ઊભા રહેવા, સ્ત્રી/પુરૂષની અલગ લાઇન કરવા, મતદાન મથકમાં પોતાના વારા પ્રમાણે દાખલ થવા, મતદાન કર્યા બાદ તાત્કાલિક મતદાન મથક છોડી દેવા, મતદાન મથકની ૧૦૦ મીટરની અંદર વાહનો સાથે પ્રવેશવા ઉપર તેમજ એજન્ટો/ટેકેદારો દ્વારા વાહનો દ્વારા મતદારની હેરાફેરી કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ચૂંટણી કામે રોકાયેલા સરકારી તેમજ પોલીસ વાહનોને આ હુકમ લાગુ પડશે નહીં.

Related posts

અમદાવાદમાં બીઆરટીએસની અડફેટે વૃદ્ધાનું મોત, ચાલક ફરાર

aapnugujarat

ધો-૧૦ અને ૧૨ની પરીક્ષા સ્થગિત, અન્ય ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

editor

મોદી સરકારે દેશને ૨૫ વર્ષ પાછળ ધકેલી દીધો : કોંગ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1