Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

નાણાંકીય વર્ષ ૨૦૧૮માં જીડીપી ગ્રોથ ૬.૭૫ ટકા રહેવાનો અંદાજ

બજેટને લઇને પ્રવર્તી રહેલી જુદા જુદા પ્રકારની અટકળો વચ્ચે નાણાંપ્રધાન અરૂણ જેટલીએ આજે આર્થિક સર્વે રજૂ કરતા અર્થશાસ્ત્રીઓમાં આની વ્યાપક ચર્ચા રહી હતી. આર્થિક સર્વેમાં નાણાંકીય વર્ષ ૨૦૧૮માં જીડીપી ગ્રોથ ૬.૭૫ ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯માં જીડીપી ગ્રોથ ૭-૭.૫ ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯માં જીડીપી ગ્રોથ ૭.૭.૫ ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. જો કે ચાલુ નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં અર્થવ્યવસ્થામાં કેટલી ગતિ રહી છે તકેનો ઉલ્લેખ પણ આર્થિક સર્વેમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જીએસટી, બેંકની પુનરચના, એફડીઆઇના નિયમોને હળવા કરવા અને વધી રહેલા નિકાસના કારણે ચાલુ નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં અર્થવ્યવસ્થાએ ગતિ પકડી છે. બીજી બાજુ નોટબંધી અને જીએસટી જેવા આર્થિક પગલાના કારણે દેશને શુ મળ્યુ છે તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. નોટબંધી અને જીએસટીને લઇને આર્થિક સર્વેમાં ખુલાસો કરવામાં આવ્યો છે. નોટબંધી બાદથી નવેસરના કરદાતાની સંખ્યામાં આશરે ૧૮ લાખનો વધારો થયો છે. જીએસટી આવી ગયા બાદ ટેક્સ વસુલાતમાં વધારો થયો છે. સાથે સાથે વ્યક્તિગત આવકવેરા વસુલાતમાં પણ વધારો થયો છે. આગામી નાણાંકીય વર્ષમાં નિકાસની કિંમતમાં અર્થવ્યવસ્થામાં ગ્રોથ જોવા મળે છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ વસુલાતના ટાર્ગેટને હાંસલ કરવા માટેની પણ આશા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯માં નાણાંકીય નુકસાનના લક્ષ્યાંકમાં નજીવો વધારો થઇ રહ્યો છે. નાણાંકીય નુકસાન માટે લક્ષ્ય ત્રણ ટકા રહેવાનો અંદાજ છે. જીએસટી વસુલાતમાં સુધારો થવાનો અંદાજ છે અને રેવેન્યુમાં વધારો થવાનો અંદાજ છે. આર્થિક સર્વે ૨૦૧૮માં આર્થિક સલાહકારોની તરફથી સલાહ આપવામાં આવી છે કે મધ્યમ અવધિમાં રોજગાર, શિક્ષણ અને કૃષિ પર ભાર મુકવામાં આવનાર છે. આ તમામ સેક્ટરમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે. અર્થતંત્રમાં વર્તમાન સમયમાં પડકારોને પહોંચી વળવા માટે આવા પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. અર્થતંત્રને ગતિ આપવા માટે રોજગાર એકમાત્ર એવા ક્ષેત્ર તરીકે છે જેની સીધી અસર થઇ રહી છે. આર્થિક સર્વેમાં પ્રથમ વખત એવુ બન્યુ છે જ્યારે કૃષિ પર ખાસ પ્રકરણને સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સર્વેમાં વર્ષ ૨૦૧૭-૧૮માં કૃષિ સેક્ટરનો ગ્રોથ રેટ ૨.૧ ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. જે નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ના ગ્રોથ રેટ કરતા ૨.૮ ટકા ઓછો છે. ગયા વખતે કૃષિ સેક્ટર ગ્રોથ ૪.૯ ટકાની આસપાસ રહ્યો હતો. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ખરાબ હવામાન અને વરસાદની સ્થિતીના કારણે પાકના ઉત્પાદન પર પ્રતિકુળ અસર થનાર છે. ૨૨મી સપ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે જારી કરવામાં આવેલા પ્રથમ એડવાન્સ અંદાજમાં કહેવામાં આવ્યુ છે કે આ વખતે ખરીફ પાકનુ ઉત્પાદન ૧૩.૪૭ કરોડ ટનરહેવાનો અંદાજ છે. આર્થિક સર્વેમાં કેટલીક જે મહત્વની વાત કરવામાં આવી છે તે મુજબ નાણાંકીય વર્ષ ૨૦૧૯માં ક્રુડની કિંમતો ૧૨ ટકા વધવાનો અંદાજ છે. ક્રુડઇની કિંમતો હાલમાં તેજી સાથે વધી રહી છે. ખાનગી રોકાણના સંકેતો મળી રહ્યા છે.ય મધ્યમ અવધિમાં રોજગાર, શિક્ષણ પર ધ્યાન અપાશે. મેન્યુફેકચરિગ ગ્રોથ આઠ ટકા રહેવાનો અંદાજ છે.

Related posts

वंदे भारत ट्रेन को एक लाख का जुर्माना

aapnugujarat

Three suspected Naxalites at IED blast arrested by Security forces in Sukma

aapnugujarat

એટીએમ મશીનમાં થયાં છે મોટા ફેરફાર, રૂપિયા ઉપાડતાં પહેલાં જાણી લો નહી તો ભરાશો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1