Aapnu Gujarat
બિઝનેસ

એટીએમ મશીનમાં થયાં છે મોટા ફેરફાર, રૂપિયા ઉપાડતાં પહેલાં જાણી લો નહી તો ભરાશો

(રિઝર્વ બેન્કના આદેશ બાદ તમામ બેન્કોએ ગ્રાહકોને ઇવીએમ ચિપ વાળા ડેબિટ કાર્ડ જારી કર્યા છે. જો કે નવા એટીએમ કાર્ડઝમાં લોકોએ અલગ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણાં ગ્રાહકો તરફથી ફરિયાદ મળી રહી છે કે એટીએમ મશીનોમાં ફેરફાર થયા બાદ નવા ડેબિટ કાર્ડ ખરાબ થઇ રહ્યાં છે.
નવા મશીનોમાં ડેબિટ કાર્ડ નાંખતાં જ તે લૉક થઇ જાય છે. તે ત્યાં સુધી લૉક રહે છે જ્યાં સુધી તમારુ ટ્રાન્જેક્શન પુરુ ન થઇ જાય. પરંતુ આ દરમિયાન જોર લગાવીને પહેલાની જેમ કાર્ડ કાઢવાનો પ્રયાસ કરશો તો તમારુ કાર્ડ ડેમેજ થઇ જશે.જો કે આ અપડેટને લઇને બેન્કોએ એટીએમ મશીનોની સ્ક્રીન કેબિનમાં આ મેસેજ આપ્યો છે કે કાર્ડ મશીનમાં નાંખ્યા બાદ તરત જ ન કાઢો. જો કે જૂના કાડ્‌ર્ઝમાં પણ આ પ્રકારની સમસ્યા આવી રહી છે.જણાવી દઇ કે ઇવીએમ ચિપ વાળા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ વધુ સુરક્ષિત છે. તેના પર એક નાની ચિપ લાગી છે જેમાં તમારા ખાતાની સંપૂર્ણ જાણકારી હોય છે. આ જાણકારી એન્ક્રિપ્ટેડ હોય છે જેથી કોઇ તેનો ડેટા ચોરી ન શકે.ઇવીએમ ચિપ કાર્ડમાં ટ્રાન્જેક્શન દરમિયાન યુઝરને વેરિફાય કરવા માટે એક યૂનિક ટ્રાન્જેક્શન કોડ જનરેટ થાય છે જે વેરિફિકેશનને સપોર્ટ કરે છે જ્યારે મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડમાં તેવું નથી થતું.

Related posts

એચડીએફસી બેન્કે પરિવર્તન ‘ટીચીંગ ધ ટીચર્સ’ (3T) પ્રોગ્રામ હેઠળ નવચાર (નવીનતા) પુસ્તિકા લોન્ચ કરી

aapnugujarat

आईफोन यूज नहीं करते वॉरेन बफेट पर खरीदने को तैयार पूरी कंपनी

aapnugujarat

પાવર સેક્ટર માટે મોટો ઝાટકો, સીએનજી ગેસની સપ્લાઈ થશે બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1