Aapnu Gujarat
રમતગમત

કોહલી આગામી સમયનો સર ડૉન બ્રેડમેન બનશે : ચેપલ

ઑસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન ઇયાન ચેપલે ભારતીય ટીમના કપ્તાન વિરાટના ખુલ્લા મનથી વખાણ કર્યાં છે. તેમણે કપ્તાન કોહલી માટે એવું કહ્યું કે તે ભારતીય ટીમના સર ડૉન બ્રેડમેન છે. પોતાની કૉલમમાં તેમણે આ વિશેની વાત લખી હતી.
વધુમાં ચેપલે લખ્યું હતું કે કોહલી આગામી સમયમાં વિવ રિચડ્‌ર્સ , સચિન તેંડુલકર અને એબી ડિવિલિયર્સને પણ પાછળ છોડી દેશે અને પોતાના કેરિયરનો અંત સર ડૉન બ્રેડમેનની જેમ જ કરશે.
તેમણે લખ્યું હતું કે કોહલી વન-ડેમાં જે રીતે બેટિંગ કરે છે તેને જોતા મને રિચડ્‌ર્સની યાદ આવી જાય છે. તે એકદમ શાનદાર શૉટ રમે છે અને ઘણીવાર પારંપરિક સ્ટ્રોક્સ પર પણ આધાર રાખે છે. કોહલી જો આવી જ રીતે રમશે તો એક દિવસ તે સચિનનો સદી ફટકારવાનો રેકૉર્ડ પાર કરી જશે અને આ લિટલ માસ્ટર કરતા ૨૦ સદી આગળ રહશે.જો કોહલી આવી જ શાનદાર રીતે આગળ વધશે તો એમા કોઇ શક નથી કે તે વન-ડે મેચનો સર ડૉન બ્રેડમેન બની જાય. કોહલી વન-ડેમાં ૩૯ સદી ફટાકારી ચૂક્યો છે અને સચિનથી માત્ર ૪૯ સદી પાછળ છે.

Related posts

चीन ओपन : ‘बैडमिंटन’- पीवी सिंधु ने दूसरे दौर में बनाई जगह

aapnugujarat

Imran Khan becomes a great cricketer to puppet of Pakistan army and terrorists : Mohammad Kaif

aapnugujarat

वार्नर दमदार वापसी करेंगे : लेंगर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1