Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નક્સલીઓની વિરુદ્ધ નવી રણનિતી અસરકારક રહી

નક્સલવાદીઓનો સામનો કરવા માટે બનાવવામાં આવેલી નવી રણનિતી અસરકારક સાબિત થઇ રહી છે. નક્સલી હિંસા સાથે સંબંધિત જિલ્લાની સંખ્યા ઉલ્લેખનીય રીતે ઘટી ગઇ છે. વર્ષ ૨૦૧૫માં નક્સલીગ્રસ્ત જિલ્લાની સંખ્યા ૭૫ હતી. જે ઘટીને હવે ૫૮ થઇ ગઇ છે. માઓવાદી વિરોધી નવી રણનિતી પર અસરકારક રીતે કામ ચાલી રહ્યુ છે. આ નવી રણનિતી હેઠળ ગુપ્તચર માહિતી એકત્રિત કરવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આના માટે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છ.  આ રણનિતી હેઠળ વન્ય વિસ્તારમાં ખુબ અંદર સુધી માઓવાદી લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. સીઆરપીએફ દ્વારા એકત્રિત કરવામાં આવેલા નવેસરના આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૫માં માઓવાદી હિંસાગ્રસ્ત જિલ્લાની સંખ્યા ખુબ ઓછી થઇ ગઇ છે. ૯૦ ટકા માઓવાદી હુમલા માત્ર ચાર રાજ્યો બિહાર, છત્તિસગઢ, ઝારખંડ અને ઓરિસ્સામાં થયા છે. અધિકારીઓ આ નવી સફળતાની ક્રેડિટ નવી રણનિતીને આપી રહ્યા છે. જેના કારણે પાકી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. અનેક સુરક્ષા સંસ્થાઓ હાલમાં નક્સલી વિરોધી ઓપરેશનમાં વ્યસ્ત છે. જેમાં સીઆરપીએફ અને બીએસએફનો સમાવેશ થાય છે. રાજ્ય પોલીસ પણ મદદ કરી રહી છે. આગામી દિવસોમાં વધુ સફળતા હાથ લાગી શકે છે.

Related posts

આતંકવાદ સામે લડાઈ કોઈ ધર્મ સામે સંઘર્ષ નથી : સુષ્મા

aapnugujarat

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન : કાર પર પથ્થરો પડતાં પાંચનાં મોત

aapnugujarat

जीएसटीः सब्सिडी में कटौती से बढ़ेगी घरेलू गैस की कीमत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1