Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરહદ પર પાક.ના ભીષણ ગોળીબારથી લોકોમાં ભય

જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા ઉપર ભીષણ ગોળીબારનો દોર જારી રહ્યો છે. પાકિસ્તાને જારી રાખેલા ગોળીબારના કારણે સ્થિતિ પણ તંગ બનેલી છે. બીજી બાજુ તીવ્ર જવાબી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ગ્રામિણ વિસ્તારોને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાન તરફથી ગોળીબાર કરાયો છે. બીએસએફે પણ જવાબી કાર્યવાહી કરીને ચાર પાકિસ્તાની મોર્ટાર ચોકીઓને નુકસાન પહોંચાડ્યું છે જેમાં ભારે ખુવારી થઇ હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. આ બંને સેક્ટરોમાં સરહદ પાર ઘણી જગ્યાઓ ઉપર એમ્બ્યુલન્સ જોવા મળી છે. કુંદનપુર, ગડિયાલ, હરિયા અને જગવાલમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા છે. આ ચાર મોર્ટાર ચોકીઓ ઉપરથી પાકિસ્તાનના જવાનો ગોળીબાર કરી રહ્યા હતા. સંરક્ષણ સુત્રોએ કહ્યું છે કે, ભારે નુકસાન ભારતની કાર્યવાહીમાં તેમને થયું છે. પાકિસ્તાનના પક્ષે ૨૦થી ૨૫ લોકોના મોત થયા હોવાના બિનસત્તાવાર અહેવાલ મળી રહ્યા છે. એમઓએસ જીતેન્દ્રસિંહે યુદ્ધવિરામના ભંગમાં ઘાયલ થયેલા લોકો સાથે વાતચીત કર્યા બાદ કહ્યું હતું કે, ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. પાકિસ્તાની જવાનો વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરીને અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર નાગરિક વિસ્તારોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. બીજી બાજુ ભારત તરફથી જોરદાર જવાબી કાર્યવાહી કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. યુદ્ધવિરામની સમજૂતિનું સન્માન કરવા માટે હવે કહેવામાં આવ્યું છે. યુદ્ધવિરામ ભંગના વારંવારના બનાવોમાં તપાસ કરવા માટે પણ ભારતને કહેવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ ૨૦૦૩થી જ યુદ્ધવિરામની સમજૂતિ છે પરંતુ સમજૂતિનો ભંગ કરીને પાકિસ્તાન દ્વારા અવિરત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય પાસે રહેલા આકંડા મુજબ પાકિસ્તાની સેનાએ વર્ષ ૨૦૧૬માં ૪૪૯ વખતની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય સરહદ-અંકુશરેખા ઉપર યુદ્ધ વિરામ ભંગના ૪૨૪ વખત પ્રયાસો કર્યા હતા.ગયા વર્ષે ઓક્ટોબર સુધી સરહદપારથી કરાયેલા ગોળીબારમાં ૧૨ નાગરિકો, ૧૭ સુરક્ષા જવાનો શહીદ થયા હતા. બીએસએફના મહાનિર્દેશક કેકે શર્માએ કબુલાત કરી છે કે અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિતી વિસ્ફોટક બનેલી છે. અત્રે નોંધનીય છે કે ગઇકાલે આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાને ભીષણ ગોળીબાર કર્યો હતો. ગઇકાલે અરણિયા, રામગઢ સેક્ટરમૌં ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાએ સતત ચોથા દિવસે ગોળીબાર કર્યો હતો. ગયા ગુરૂવારના દિવસે પણ કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરીને ભીષણ ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનના અવિરત ગોળીબારના કારણે સરહદ પર વિસ્ફોટક સ્થિતી સર્જાઇ ગઇ છે.બુધવારે મોડી રાત્રે પાકિસ્તાને એકાએક ગોળીબાર કરવાની શરૂઆત કરી હતી. પાકિસ્તાને કરેલા ગોળીબારમાં છ જવાનો શહીદ થયા છે અને ૫૦થી વધારે નાગરિકો ઘાયલ થયા છે.

Related posts

બહારી પરીબળથી પેટ્રોલ અને ડિઝલની કિમતમાં વધારો થયો : ધર્મેન્દ્ર પ્રધાન

aapnugujarat

અમિત શાહે મુંબઈમાં લાલબાગચા રાજાનાં દર્શન કર્યા

aapnugujarat

મુંબઈમાં ઇમારત ધરાશાયી થતાં ૧૩ લોકોના મોત થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1