Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુંબઈમાં ઇમારત ધરાશાયી થતાં ૧૩ લોકોના મોત થયા

દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં હાલમાં ભારે વરસાદ બાદ ચાર માળની એક ઇમારત ધરાશાયી થઇ ગઇ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે અને ૩૦થી વધુ લોકો કાટમાળ હેઠળ ફસાઇ ગયા હતા. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામા ંઆવી હતી.શહેરના નગર નિગમના એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ હતુ કે સાંઇ દર્શન ઇમારતાના કાટમાળ હેઠળથી આશરે ૧૨ લોકોને તરત જ કાટમાળ હેઠળથી બચાવી લેવામાં સફળતા મળી હતી. કેટલાક અહેવાલમાં મૃત્યુ આંક ૧૩ દર્શાવવામાં આવ્યો છે . જ્યારે અન્ય કેટલાક હેવાલમાં મોતનો આંકડો આઠ દર્શાવવામાં આવ્યો છે. બીએમસીના ફાયર બ્રિગેડના અધિકારીઓનુ કહેવુ છે કે ઘાટકોપના દામોર પાર્ક વિસ્તારમાં આ ઇમારત ધરાશાયી થઇ ગઇ હતી. બચાવ અને રાહત કામગીરીમાં બીએમસી, ફાયર બ્રિગેડ અને અન્યોનીમદદ લેવામાં આવી હતી. મુંબઇમાં હાલમાં ભારે વરસાદના કારણે લોકોની હાલત કફોડી બની ગઇ હતી. વરસાદ સંબંધિત કેટલાક બનાવો પણ બન્યા હતા. હવે બીએમસીની ટીમ જુની ઇમારતોની નોંધ લઇ રહી છે. તેમને ઉતારી લેવાને લઇને પણ વિચારણા ચાલી રહી છે. કારણ કે વરસાદની સિઝનમાં જુની ઇમારતો ધરાશાયી થવાની ઘટના વધારે બને છે.

Related posts

बंगाल में एनआरसी की आवश्यकता नहीं : ममता

aapnugujarat

राज्यसभा ने शीला दीक्षित को दी श्रद्धांजलि

aapnugujarat

ફેડ બેઠક સહિત ઘણા પરિબળની શેરબજાર પર સીધી અસર રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1