Aapnu Gujarat
બિઝનેસ

હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટો પર બુધવારે ચર્ચા કરાશે

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ સહિત જુદા જુદા પ્રોજેક્ટના અમલીકરણની પ્રક્રિયાને વધુ ઝડપી કરવાના વિકલ્પો ઉપર ચર્ચા કરવા વૈશ્વિક મહાકાય કંપનીઓ સહિત ૫૦૦થી વધુ કન્સ્ટ્રક્શન કંપનીઓ સાથે રેલવે મંત્રાલય વાતચીત કરનાર છે. નિર્માણ સંવાદ નામથી આ સત્ર યોજવામાં આવનાર છે જેમાં નિષ્ણાતો ભાગ લેશે. બુધવારના દિવસે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રેલવે મંત્રી પિયુષ ગોયેલ આ બેઠકમાં નેતૃત્વ કરશે. એજન્ડામાં મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ અને અન્ય પ્રોજેક્ટોને વહેલીતકે પૂર્ણ કરવાના મુદ્દા ઉપર ચર્ચા થશે. ઋષિકેશ-કરણપ્રયાગ, ચારધામ રેલ કનેક્ટીવીટી, ભાનુપાલ્લી બિલાસપુર અને લેહ સુધીના રેલવે પ્રોજેક્ટો ઉપર ચર્ચા કરવામાં આવશે. રેલવે મંત્રાલયના અધિકારીઓના કહેવા મુજબ પ્રોજેક્ટોના અમલીકરણ આડે રહેલી સમસ્યાઓને દૂર કરવાનો મુદ્દો પણ આમા છવાશે. તાતા પ્રોજેક્ટ, લાર્સન એન્ડ ટુબ્રો, શસ્ત્ર સહિતની કંપનીઓ સાથે પણ વન ટુ વન મિટિંગ રેલવેમંત્રી યોજનાર છે.
રેલવે નેટવર્કને વધુ ઝડપથી વધારવા માટેના પાસા ઉપર પણ ચર્ચા થશે. રેલવે લાઈનને ડબલ કરવા માટેના પ્રોજેક્ટની ગતિને વધુ ઝડપી કરવા ઉપર ચર્ચા થશે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રતિ વાર્ષિક ૮૦૦ કિલોમીટરની ગતિ રાખવામાં આવી છે જેને બેથી ત્રણ ગણી વધારી દેવા ઉપર ચર્ચા થશે. રેલવે આગામી પાંચ વર્ષમાં ૧૦૦ ટકા ઇલેક્ટ્રીફાઇડ નેટવર્ક માટે ટાર્ગેટ ધરાવે છે.

Related posts

थोक मूल्य पर आधारित मुद्रास्फीति जून में 2.02 फीसदी रही

aapnugujarat

જીએસટી પોર્ટલમાં ખામીઓ, ફાઈલ થઈ શકતું નથી રિટર્ન

aapnugujarat

तेजी के साथ बंद हुआ शेयर बाजार, सेंसेक्स 168.62 अंक मजबूत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1