Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરાતા એએપી નારાજ

લાભના હોદ્દાને લઇને આમ આદમી પાર્ટીના ૨૦ ધારાસભયોને ગેરલાયક જાહેર કરવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, આ કુદરતી ન્યાયની વિરુદ્ધમાં ચુકાદો આવ્યો છે. બીજી બાજુ કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું છે કે, આ મામલામાં ભાજપ અને ચૂંટણી પંચે એએપીની મદદ કરી છે. એએપીના નેતા ગોપાલ રાયે કહ્યું છે કે, પાર્ટીએ નક્કી કર્યું હતું કે, તે રાષ્ટ્રપતિ સમક્ષ જઈને રજૂઆત કરશે પરંતુ રાષ્ટ્રપતિએ અમને તક જ આપી નથી. એએપીના અન્ય એક નેતા આસુતોષે આને લોકશાહી માટે ખતરા તરીકે ગણાવીને ટિકા કરી છે. ગોપાલરાયે કહ્યું છે કે, રાષ્ટ્રપતિના નિર્ણયને અમે વખોડિયે છીએ. રાષ્ટ્રપતિએ આજે ચૂંટણી પંચની ભલામણોને સ્વીકારી લીધી હતી.
શનિવારના દિવસે એએપીએ રાષ્ટ્રપતિ ભવનનો સંપર્ક કર્યો હતો ત્યારે કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ હજુ બહાર છે. રાષ્ટ્રપતિ સમક્ષ અમને અમારી રજૂઆત કરવાની તક મળી નથી. ચૂંટણી પંચના નિર્ણયને એએપીએ શુક્રવારના દિવસે જ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો હતો જ્યાં પાર્ટીને કોઇ રાહત મળી શકી નથી. હાઈકોર્ટમાં આવતીકાલે આ મામલામાં સુનાવણી કરવામાં આવનાર છે. આમ આદમી પાર્ટી ન્યાય મેળવવા માટે કોર્ટમાં જશે. હાઈકોર્ટથી લઇને સુપ્રીમ કોર્ટ સુધી રજૂઆત કરવામાં આવશે. ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. એએપીના નેતા અલકા લાંબાએ કહ્યું છે કે, મોદી સરકાર બંધારણીય સંસ્થાઓનો રાજકીય ઉપયોગ કરી રહી છે. મોદી સરકાર છેલ્લા ત્રણ વર્ષથી કેજરીવાલ સરકારને અસ્થિર કરવાના પ્રયાસ કરી રહી છે. બીજી બાજુ ભાજપના નેતા મિનાક્ષી લેખીએ કહ્યું છે કે, ચૂંટણી પંચે પોતાનું કામ કર્યું છે. લેખીનું કહેવું છે કે, એએપીના રાજ્યસભા ઉમેદવારોએ ચૂંટણી જીતી જે દર્શાવે છે કે, ચૂંટણી પંચ પોતાનીરીતે કામ કરે છે.

Related posts

छत्तीसगढ़ : बंगाल की खाड़ी में बन रहा है मजबूत सिस्टम, बारिश की संभावना

aapnugujarat

२०१६ स्टिंग विडियो मामले में हरीश रावत के खिलाफ एफआईआर दर्ज करेगी सीबीआई

aapnugujarat

रक्षा मंत्री सीतारमण ने हिंदुस्तान एयरोनॉटिक्स लिमिटेड को ऑर्डर पर संसद में दिया जवाब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1