Aapnu Gujarat
ગુજરાત

દેશી બનાવટની પિસ્તોલની સાથે એક શખ્સની ધરપકડ

ગેરકાયદેસર દેશી બનાવટી પિસ્તોલ સાથે એક ઇસમની એસઓજી ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા શખ્સની પુછપરછનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. પુછપરછના આધારે કેટલીક નવી વિગતો સપાટી પર આવે તેવી શક્યતા છે. મળેલી માહિતી મુજબ જુદા જુદા ગુનાઓને શોધી કાઢવા માટે એસઓજી ક્રાઈમ બ્રાંચ ટુકડી હંમેશા સક્રિય રહે છે. બાતમી મળ્યા બાદ એસઓજી ક્રાઈમ બ્રાંચની ટુકડી ગોઠવાઈ ગયી હતી. દરમિયાન અમદાવાદ શહેર આરટીઓ સર્કલથી શાહીબાગ તરફ જતાં સુભાષબ્રિજના છેડે બાજનજર ગોઠવવામાં આવી હતી. આ ગાળા દરમિયાન ૨૪ વર્ષીય મોહમ્મદ અબ્દુલ ફૈઝલની અટકાયત કરવામાં આવી હતી. આ શખ્સ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો હોવાનું જાણવા મળ્યું છે. અંગઝડતી કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. આ ઉપરાંત ૫૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પુછપરછ દરમિયાન આ શખ્સે માહિતી આપતા કહ્યું હતું કે, બાડમેરાના શિવાણા તાલુકાના શિવાના ગામના પોતાના મિત્ર ઇન્સાફ ખાન પાસેથી પિસ્તોલ લીધી હતી અને અમદાવાદમાં વેચવા માટે આવ્યો હતો. તેની સામે હથિયાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હાલમાં જુદા જુદા પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે ક્રાઈમ બ્રાંચની ટુકડી વધારે સક્રિય થઇ ગઇ છે. હથિયારના ગુનાઓને શોધી કાઢવા માટે સતત સક્રિય રહેતી ક્રાઈમ બ્રાંચની ટીમ એક પછી એક સફળતા હાલના સમયમાં મેળવી ચુકી છે. આ મામલામાં એસઓજીની ટીમ ઝડપાયેલા મોહમ્મદ અબ્દુલ ફૈઝલ અંગે વધુ માહિતી મેળવી રહી છે.

Related posts

निर्णयनगर क्षेत्र में जमीन-मकान दलाल पिता और पुत्र पर शख्सों का घातक हमला

aapnugujarat

સાંસદ પૂનમ માડમની ત્રીજી ટર્મની ટિકિટ લગભગ નિશ્ચિત

aapnugujarat

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : ખેડૂતને જમીનની કુલ રકમ કરતાં ૫૦ ટકા વધુ ચુકવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1