Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ૫૨ બ્રિજ છે ૨૬ નવા બ્રિજનું નિર્માણ થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશ કુમાર દ્વારા આજે વર્ષ ૨૦૧૮-૧૯ માટેનું રેવન્યુ ખર્ચ રૂ.૩૨૦૦ કરોડ અને કેપીટલ ખર્ચ રૂ.૩૩૦૦ કરોડ સાથેનું કુલ રૂ.૬૫૦૦ કરોડનું ડ્રાફટ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય વેરામાં, વોટર અને કન્ઝર્વન્સી ટેક્સ કે વાહનવેરામાં કોઇપણ પ્રકારના વધારા વિનાનું ફુલગુલાબી બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ મારફતે મ્યુનિસિપલ કમિશનરે શહેરની વિકરાળ બનેલી ટ્રાફિક, પાર્કિંગ અને રોડ-રસ્તા, બ્રીજની સમસ્યાઓના નિવારણ માટે મહત્તમ જોગવાઇ અને બજેટની ફાળવણી કરી છે. અમદાવાદ શહેરમાં હાલમાં બાવન બ્રિજ છે. હાલ આઠ બ્રિજનું કામ ચાલી રહ્યું છે તથા આગામી વર્ષમાં ૨૬ બ્રિજનું કામ હાથ ધરવામાં આવનાર છે. આની સાથે જ અમદાવાદ શહેરમાં કુલ ૮૬ બ્રિજ થઇ જશે. રેલવે ઓવરબ્રિજની વાત કરવામાં આવે તો હાલમાં ૧૯ બ્રિજ છે જ્યારે ત્રણ બ્રિજ પ્રગતિમાં પણ છે. ચાર અન્ય બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે. આની સાથે જ કુલ ૨૬ બ્રિજ થઇ જશે જ્યારે રેલવે અન્ડરપાસની સંખ્યા ૧૦ જેટલી છે. ફ્લાયઓવરબ્રિજ ૧૩ રહેલા છે. પાંચ બ્રિજ પર પ્રગતિનું કામ ચાલી રહ્યું છે.
છ નવા બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે. આની સાથે જ અમદાવાદમાં ફ્લાયઓવરબ્રિજની સંખ્યા ૨૪ થશે. સાબરમતી નદી પર રહેલા બ્રિજની સંખ્યા સાત છે. હાલમાં જે બ્રિજ ઉપર કામ ચાલી રહ્યુ ંછે તેમાં ૫૪ કરોડના ખર્ચે રાણીપ રેલવે ઓવરબ્રિજ પૂર્ણતાના આરે પહોંચી ગયું છે. આ ઉપરાંત અંજલિ ફાયરઓવરબ્રિજ પર કામ ચાલી રહ્યું છે.

 

Related posts

જેલોમાં ૧૦૦ નવા વાયરલેસ સેટ ગોઠવી દેવાનો નિર્ણય થયો

aapnugujarat

મ્યૂકરમાઇકોસિસનો આંતક, રાજ્યમાં રોજના ૧૦૦થી વધુ કેસ

editor

ગાંધીનગરના મેયર પ્રવિણ પટેલે રાજીનામું આપી દીધું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1