Aapnu Gujarat
ગુજરાત

૧૮૦૦૦ ગામડાંની જમીન માપણી કામ પૂર્ણતાના આરે

રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના અધ્યક્ષસ્થાને ૧૮-૧-૨૦૧૮ના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના કલેક્ટરોની કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં મહેસુલ વિભાગને લગતી રીસર્વે માપણી એનએ, પ્રોપર્ટી કાર્ડ, હક પત્રની નોંધો, બાકી મહેસુલ, સ્ટેમ્પ ડ્યુટીના બાકી કેસો જેવી દસ જેટલી બાબતોની સમીક્ષા કરવામાં આળી હતી. મંત્રીએ સમીક્ષા બાદ ટુંકાગાળાની અને લાંબાગાળાની સમયાવિધ ધરાવતી કામગીરી નક્કી કરવા અને બાકી કામગીરી માટે સમય મર્યાદા નક્કી કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષની સરકારે સૂચિત સોસાયટીને રેગ્યુલાઇઝ કરવાના ઐતિહાસિક નિર્ણયનો લાભ લોકોને ઝડપથી પ્રાપ્ત થાય તેવું આયોજન કરવા સૂચન કર્યું હતું. ગુજરાત રાજ્યમાં ૫૭૯ સૂચિત સોસાયટી આવેલી છે જેના અંદાજે એક લાખ નાના મકાન માલિકોને લાભ આપતી આ યોજનાના લાબો સમય મર્યાદામાં મળે તેવા આદેશ મંત્રીએ આપ્યા હતા. આ કોન્ફરન્સમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ારત સરકારના સહકારથી જમીન રીસર્વે અને મોજણીકામ સફળતાપૂર્વક હાથ ધરનારુ ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં આ પ્રોજેક્ટની કામગીરી ૮૦ ટકા પૂર્ણ થઇ છે. આ કામગીરી દરમિયાન ઉદ્‌ભવેલા ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ ૩૧મી માર્ચ ૨૦૧૮ સુધીની સમય મર્યાદામાં પૂર્ણ કરવા પણ મંત્રીએ ઉપસ્થિત કલેક્ટરોને અનુરોધ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં મહેસુલી વહીવટ લોકાભૂમિખ, પારદર્શક, સરળ અને ઝડપી બને તે માટે તંત્ર સંવેદનશીલ બને. મંત્રીએ જણાવ્યું હતું કે, ગામ નમૂના નં. ૬માં બેંક દ્વારા બોજો દાખલ કમીની નોંધ અંગે રાષ્ટ્રીયકૃત બેંકોને જે સત્તા આપવામાં આવી છે તેવી સત્તા મહત્વની સહકારી બેંકોને આપવા વિચારણા કરવી જેથી સહકારી બેંકો મારફતે ધિરાણ લેતા અરજદારોને સરળતા રહે.

Related posts

વડોદરા કલેક્ટર કચેરી બહાર યુવાન સળગ્યો

aapnugujarat

વાસણા કે ધરોઇ ડેમ પાસે વોટર એરોડ્રામ બની શકે

aapnugujarat

दीनू बोघा सहित सात आरोपियों को आजीवन कारावास की सजा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1