Aapnu Gujarat
મનોરંજન

રણબીર તેમજ આલિયાની ફિલ્મમાં મૌની વિલન હશે

અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહેલી ટેલિવીઝનની લોકપ્રિય અભિનેત્રી મૌની રોયને હવે સતત સારી ફિલ્મો મળી રહી છે. સલમાન ખાન સાથે તેના સારા સંબંધના કારણે પણ તેને ફિલ્મ મળી રહી છે. મૌની રોય હવે રણવીર કપુર અને આલિયા ભટ્ટની સાથે કામ કરવા જઇ રહી છે. એમ કહેવામાં આવે છે કે અયાન મુખર્જીની ફિલ્મ મળતા તે ભારે ખુશ દેખાઇ રહી છે. અયાન મુખર્જી પોતાની મહત્વકાંક્ષી ફિલ્મને લઇને આશાવાદી દેખાઇ રહ્યા છે. હેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો બોલિવુડમાં આશાસ્પદ રીતે એન્ટ્રી કરી રહેલી મૌની રોય અન્ય ફિલ્મો પણ મેળવી લેવ તેવી શક્યતા દેખાઇ રહી છે. એક ઓનલાઇન રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો તીન પાર્ટમાં બનનાર આ પિલ્મ એક ફેન્ટેસી ફિલ્મ છે. જેમાં મૌની રોય વિલનના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મમાં રણબીર કપુર સુપરહિરોના રોલમાં દેખાશે. જ્યારે આલિયા ભટ્ટ તેની પ્રેમિકાના રોલમાં નજરે પડનાર છે. મૌની ટીવી સિરિયલ નાગિન મારફતે લોકોમાં જાણીતી બની હતી. જેથી તેની નેગેટિવ ભૂમિકા ચાહકોને પસંદ પડી શકે છે. નાગિન મારફતે તે ઘર ઘરમાં લોકપ્રિય થઇ હતી. સલમાન ખાન સાથે તેની મિત્રતા પણ બોલિવુડમાં જાણીતી રહી છે. ફિલ્મમાં બોલિવુડના મહાયનક અમિતાભ બચ્ચને પણ યાદગાર ભૂમિકા અદા કરી છે. ફિલ્મ ૧૫મી ઓગષ્ટ ૨૦૧૯ના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મને લઇને તમામ તૈયારી કરવામાં આવી ચુકી છે. મૌની રોય મજબુતી સાથે આગળ વધવા તૈયાર છે. અક્ષય કુમારની ફિલ્મ પહેલા રજૂ કરાશે.

Related posts

शाहरुख, विद्या बालन और सुशांत ने मुझे प्रेरित किया : राधिका मदान

editor

तेलंगाना में ग्रामीणों ने सोनू सूद का बनाया मंदिर

editor

કોમેડિયન કૃષ્ણા અભિષેકે મામા ગોવિંદા સાથેના વિવાદ નો કર્યો ખુલાસો

editor

Leave a Comment

UA-96247877-1