Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ : પ્રતિબંધ છતાં આકાશ તુક્કલો જોવા મળી

ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચીઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ હોવાના કારણે આ વખતે અપક્ષા કરતા ઓછી તુક્કલ દેખાઇ હતી. જો કે સાંજે શાનદાર આતશબાજીનો નજોરો તો દરેક છત પર જોવા મળ્યો હતો. ચાઇનીઝ ટુક્કલોના કારણે આગના બનાવો બનતા હોય છે. જેના પગલે ગુજરાત હાઇકોર્ટે ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ ફરમાવવા આદેશ કર્યો હતો. શહેર પોલીસ કમિશનરે ચાઇનીઝ તુક્કલ ઉડારવા અને વેચવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો છતાં ગઇકાલે ચાઇનીઝ તુક્કલ આકાશમાં જોવા મળી હતી. શહેરમાં અનેક જગ્યાએ લોકોએ ચાઇનીઝ તુક્કલ ઉડાડી મજા માણી હતી. જોકે ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધના કારણે આ વર્ષે ચાઇનીઝ તુક્કલો ઓછી ઉડી હતી. પોલીસે જાહેરનામાના ભંગના કેસ કરી મોટી સંખ્યામાં ચાઇનીઝ તુક્કલો ક્બજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં વેપારીઓએ ઠગલાબંધ ચાઇનીઝ તુક્કલોનું વેચાણ કર્યું હતું. ગઇ કાલે ઉત્તરાયણનો તહેવાર હોઇ સરેઆમ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી અનેક લોકોએ ચાઇનીઝ તુક્કલો ઉડાડી હતી. બીજી તરફ શહેરમાં સાંજના સમયે આ રીતે અનેક ચાઇનીઝ તુક્કલ ઉડતા શહેર પોલીસ સફાળી જાગી હતી અને પોલીસ વિવિધ વિસ્તરમાં આવેલા પતંગ દોરીના બજારોમાં દરોડા પાડીને ચાઇનીઝ તુક્કલોનો જથ્થો ક્બજે કર્યો હતો. ઉત્તરાયણને લઇને કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ દ્વારા કેટલાક પગલા લેવામાં આવ્યા હતા. સાથે સાથે લોકોને પણ પહેલાથી જ અપીલ કરવામાં આવી હતી. જેથી શાંતિપૂર્ણ રીતે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ધારા ધોરણોની અસર પણ સ્પષ્ટપણે જોવા મળી હતી.

Related posts

દેશ માટે પહેલાથી વધુ મહેનત કરશે : મોદીની લોકોને ખાતરી

aapnugujarat

પલસાવાળા રેલવે લાઈનના ક્રોસિંગ બંધ રાખવાનો નિર્ણય મૌકુફ રખાયો

editor

પાવીજેતપુર શહેરમાં રસ્તાની ધીમી કામગીરીથી લોકો ત્રાહિમામ

editor

Leave a Comment

UA-96247877-1